Ahmedabad : નારોલમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં બે લોકોની ધરપકડ

|

Mar 15, 2022 | 5:20 PM

બુલેટ બાઇક પર સગીરા નું નામ લખાવી સગીરાની ઘર બહાર બાઇક પાર્ક કરતો અને આરોપી રાજેશનો ભાઈ ભાવેશ સંબંધ રાખવાનું દબાણ કરી સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.જો કે બંને ભાઈઓના ત્રાસથી કંટાળીને સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Ahmedabad : નારોલમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં બે લોકોની ધરપકડ
Ahmedabad Narol Police Arrest Two Person For Rape on Minor

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  નારોલમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ(Rape) કેસમાં બે લોકોની પોલીસે(Police) ધરપકડ કરી છે. જેમાં આરોપી સગીરાના અશ્લીલ ફોટો બતાવીને બ્લેકમેઇલ  કરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. પોલીસે ધરપકડ કરેલા રાજેશ મારુ અને તેનો ભાઈ ભાવેશ મારુની બળાત્કાર, પોકસો એક્ટ અને ધમકી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી રાજેશ મારુ રાજકીય પાર્ટીના લાભ વોર્ડનો યુવા નેતા છે. જેણે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેઇલ કરી છે.સગીરા સાથે શરીર સંબંધ બાંધવા માટે બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અવાર બનાર બળાત્કાર ગુજાર્યો છે.જો કે સગીરા ડરના કારણે પરિવાર જાણ નહોતી કરતી હતી પરંતુ આરોપી રાજેશ મારુ સગીરાની સ્કૂલમાં જઈ પીછો કરી હેરાન કરતો હતો.

ફોટો વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની ચીમકી આપતો

જો કે આરોપી રાજેશની સાથે તેનો ભાઇ ભાવેશ મારુ પણ સગીરાને રાજેશ સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો.જેને પોલીસે ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી છે.ભોગ બનાર સગીરાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ધટનાની વિગતવાર વાત કર્યે તો ગત દિવાળી સમયે નવા વર્ષના દિવસે સગીરા શુભેચ્છા આપવા અને વડીલો પગે લાગવા ફરતી હતી જ્યાં પાડોશમાં રહેતો રાજેશ મારુએ સગીરાને ઘરમાં બોલાવી હતી.જે બાદ ઘરનો દરવાજો બંધ કરી બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું તેમજ બંને મોબાઈલમાં ફોટો પાડી દીધા.જે ફોટો વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું કહી દુષ્કર્મ આચરતો હતો.સગીરા સ્કૂલ અભ્યાસ અર્થે જાય ત્યારે આરોપી રાજેશ બાઇક લઈ પીછો કરતો હતો.જો કે એક વખત સ્કૂલ દ્વારા સગીરાના માતા પિતાને જાણ કરતા આરોપી રાજેશને સમજાવ્યો હતો.

બંને ભાઈઓના ત્રાસથી કંટાળીને સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તેમ છતાં પણ સગીરાને હેરાન કરવાનું બંધ ન કર્યું અને બુલેટ બાઇક પર સગીરા નું નામ લખાવી સગીરાની ઘર બહાર બાઇક પાર્ક કરતો અને આરોપી રાજેશનો ભાઈ ભાવેશ સંબંધ રાખવાનું દબાણ કરી સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.જો કે બંને ભાઈઓના ત્રાસથી કંટાળીને સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજેશ મારુ લાભા વોર્ડમાં યુવા નેતા હોવાથી સગીરાના પરિવાર ડરાવી રાખતો હતો. જેથી પોલીસને જાણ થતાં આરોપી રાજેશ અને ભાવેશ બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : Rajkot: માર્ચના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલ લેશે રાજકીય પ્રવેશનો નિર્ણય, AAP કે કોંગ્રેસ અંગે હજુ સસ્પેન્સ

આ પણ વાંચો :  Rajkot: ઉનાળાની શરુઆત થતાં જ પાણીની બૂમો ઉઠવા લાગી, રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોના પાણી મુદ્દે દેખાવો

 

Published On - 5:19 pm, Tue, 15 March 22

Next Article