Ahmedabad: Ok credit એપ દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા બે આરોપીની ધરપકડ, પૈસા જમા થયાનો મેસેજ મોકલી આચરતા છેતરપિંડી

|

May 10, 2023 | 11:50 PM

Ahmedabad: અત્યાર સુધી અલગ અલગ પ્રકારે સાઇબર ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક એપ્લીકેશન દ્વારા લોકોના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધા હોવાનું મેસેજ બતાવી છેતરપિંડી થતી હોવાની ફરિયાદ ઊઠી હતી. ત્યારે પોલીસે ફ્રોડ કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad: Ok credit એપ દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા બે આરોપીની ધરપકડ, પૈસા જમા થયાનો મેસેજ મોકલી આચરતા છેતરપિંડી

Follow us on

સમયની સાથે છેતરપીંડીની મોડ્સ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે. અમદાવાદમાં રખિયાલ પોલીસે એક એવી ગેંગ ઝડપી છે જે ગેંગ પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરતી હતી. આ મામલે ફૈઝાન અજમેરવાલા તેમજ અબ્દુલ લતીફ શેખ નામના બે યુવકોની ધરપકડ કરી છે. જે ગેંગ ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય જિલ્લામાં પણ છેતરપીંડી આચરવામાં આવી હોવાની હકીકત તપાસમાં ખુલી છે.

અમદાવાદના રખિયાલમાં એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ત્રાંબાના ભંગારનો જથ્થો લઈને ફરિયાદીને રૂપિયા ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે.  પોલીસે આરોપીની ધરપકડ કરી  86 કિલોનોભંગાર કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેઓ દ્વારા રખિયાલ, મહેમદાવાદ, અનુપમ, શહેરકોટડા અને સારંગપુર એમ અલગ અલગ છ જગ્યાઓ પર પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી આચર્યા હોવાની હકીકત સામે આવી છે.

આ આરોપીઓની એક ખાસ મોડસ ઓપરેન્ડી હતી જેમાં આરોપીઓ દ્વારા પેટ્રોલ પંપ પર જઈને પૈસાની જરૂર હોય એવું કહીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને “ok credit” એપ્લિકેશન થકી પેટ્રોલ પંપના વ્યક્તિને પૈસા મોકલ્યા હોવાનો મેસેજ મોકલી તેઓની પાસેથી રોકડ રકમ લઈને ઠગાઈ આચરતા હતા. આરોપીઓ દવાખાના અને અન્ય ઇમરજન્સીના બહાના બતાવી 7 થી 8 હજાર સુધી રોકડ રકમ લઈ લેતા હતા. આરોપીઓએ અમદાવાદ સહિતના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપરથી 40 હજારથી વધુ રકમ આ પ્રકારે મેળવીને છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ પણ વાંચો: Gujarat Video: અમદાવાદમાં બાપુનગરમાં લાગેલી આગ પર 4 કલાકની જહેમત બાદ કરાયો કાબુ, અનેક ફાયરકર્મી થયા ઈજાગ્રસ્ત

Ok credit એપ ફક્ત ઉધાર જમાં રૂપિયામાં હિસાબ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. જેમાં કોઈ સામેનો પક્ષ આપણને રૂપિયા આપેતો તેની નોંધ આ એપ થકી થાય છે અને તેની લિંક પણ બને છે. આ લિંક આરોપીઓ સામે વાળાને મોકલી આપે છે જેથી સામેની વ્યક્તિ ને એવું લાગે છે કે તેના એકાઉન્ટમાં પૈસા જમાં થઈ ગયા છે. ઝડપાયેલા આરોપી અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે, જેમા ફૈઝાન અજમેરવાલા સામે વટવા, દરિયાપુર અને કારંજ તેમજ અબ્દુલ લતીફ શેખ સામે ઈસનપુર, વટવા, નારોલ સહિત 6 ગુના નોંધાયેલા છે. જેથી રખિયાલ પોલીસે આ આરોપીઓ સાથે આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Article