રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો હવે દંડ નહીં સીધી થશે ધરપકડ, માર્ગ અકસ્માત રોકવા પોલીસે શરૂ કરી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ- Video

|

Jun 22, 2024 | 7:46 PM

બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આવા રોંગ સાઈડ રાજુઓને બરાબરનો પાઠ ભણાવવા અને વધી રહેલા માર્ગ અકસ્માત રોકવા માટે પોલીસ દ્વારા સ્પેશ્યિલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન જો કોઈ વાહન ચાલક રોંગ સાઈડમાંથી આવતો પકડાશે તો તેની સીધી ધરપકડ કરવામાં આવશે.

રોંગ સાઈડમાં વાહન ચલાવી અનેક લોકો માટે જોખમ બનતા રોંગ સાઈડ રાજુઓ ચેતી જજો, નહીં તો પોલીસની નજરમાંથી નહીં બચી શકો. અમદાવાદ પોલીસ દ્વારા 22મી જૂનથી 30 જૂન એમ 10 દિવસ સુધી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. શહેરમાં દિવસે દિવસે વધી રહેલ માર્ગ અકસ્માતને રોકવા પોલીસ દ્વારા આ સ્પે. ડ્રાઈવ શરૂ કરાઈ છે. જે અંતર્ગત શહેરના તમામ માર્ગો પર પોલીસ ચેકિંગ હાથ ધરશે અને રોંગ સાઈડમાંથી આવતા વાહન ચાલકોને પકડશે. આ વખતે તેમની સામે સીધી FIR જ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવશે.

રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકની ધરપકડ કરી વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરાશે

રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકો સામે IPCની કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુજબ ગુનો નોંધવામાં આવશે. જેમા વાહન જપ્ત કરવા સહિત વાહનચાલકની ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તેમના જામીન પોલીસ સ્ટેશન સિવાય ક્યાંય ન થાય તેવી ખાસ જોગવાઈ કરાઈ છે. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવમાં સ્થાનિક પોલીસ પણ જોડાશે અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓ જ્યા પણ દેખાશે ત્યાંથી સીધી ધરપકડ કરશે. અગાઉ પોલીસ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલી તેમને જવા દેતી હતી પરંતુ હવે પોલીસ સીધી ધરપકડ જ કરશે. આપને જણાવી દઈએ કે NCRBના ડેટા મુજબ શહેરમાં વર્ષ 2022માં 106 હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતની ઘટનામાં કૂલ 62 લોકોએ જીવ ગુમાવ્યા છે.

માર્ગ અકસ્માત રોકવા માટે પોલીસ દ્વારા સ્પે. ટ્રાફિક ડ્રાઈવનો નિર્ણય

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 22 થી 30 જૂન સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમા ટ્રાફિક પોલીસના સ્ટાફ સહિત સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનોના કારણે પ્રતિદિન અનેક અકસ્માતો થતા હોય છે. રોજ 15 થી વધુ અકસ્માત આ રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોના કારણે થતા હોય છે. તે જ કારણે આ સ્પે ટ્રાફિક ડ્રાઈવનો નિર્ણય કરાયો છે.

આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024

અમદાવાદ શહેરની વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર જાન્યુઆરીથી મે 2024 દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ હેઠળ કૂલ 65,557 કેસ નોંધાયા હતા. જેમા રોંગ સાઈડ ડ્રાઈવિંગના 3032 કેસ નોંધાયા છે અને 56 લાખના દંડની વસૂલાત કરાઈ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Next Article