Ahmedabad : ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા

|

Apr 06, 2022 | 8:17 PM

ટ્રાફિક વિભાગ જેસીપી મયંકસિંહ ચાવડા((Traffic Department)  કહેવું છે કે ડ્યુટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહિ..જેથી જ પહેલી વખત 734 TRB જવાનો સસ્પેન્ડ કર્યા છે..જો કે સૌથી વધુ ફરિયાદો એસ.પી રીંગ રોડ અને પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા,નવા નરોડા સહિતના અલગ-અલગ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી

Ahmedabad : ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા
Ahmedabad TRB Personnel (File Image)

Follow us on

અમદાવાદ(Ahmedabad)  ટ્રાફિક વિભાગમાં(Traffic Department)  ફરજ બજાવતા 734 જેટલા TRB જવાનો પર ભ્રષ્ટાચાર(Corruption) આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ટ્રાફિક વિભાગમાં પહેલી વખત બે મહિનામાં 734 TRB જવાનો છુટા કરી દેવાયા છે…જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં મળેલી ફરિયાદ આધારે ટ્રાફિક વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે,જો કે સસ્પેન્ડ કર્યા હોવાથી 700 જેટલા નવા TRB જવાનો ભરતી કરવામાં આવશે. જેમાં શહેરના એસ.પી.રિંગરોડ પર ભારે વાહન ચાલકો પાસે ટ્રાફિક પોલીસના TRB જવાન પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ મળતા જ એસપી રિંગરોડ પરથી TRB જવાનો હટાવી દેવામાં આવ્યા હતા.તેવી જ રીતે પુર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીઓ લાંચ લેવા અને ગેરહાજરી હોવાની ફરિયાદો મળી હતી..જેથી ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડા દ્વારા તપાસ કરીને બે મહિનામાં 734 TRB જવાનો સસ્પેન્ડ કરી દીધા છે.

રાત્રી સમયે એરપોર્ટ થી આવતા મુસાફરો હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ

ટ્રાફિક વિભાગ જેસીપી મયંકસિંહ ચાવડા કહેવું છે કે ડ્યુટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહિ..જેથી જ પહેલી વખત 734 TRB જવાનો સસ્પેન્ડ કર્યા છે..જો કે સૌથી વધુ ફરિયાદો એસ.પી રીંગ રોડ અને પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા,નવા નરોડા સહિતના અલગ-અલગ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.ત્યારે રાત્રી સમયે એરપોર્ટ થી આવતા મુસાફરો હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.ટ્રાફિક વિભાગના મુખ્યાલયમાંથી મળેલી ફરિયાદ આધારે જવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના બદલે નવા 700 TRBજવાનો ભરતી કરાશે. જે થોડા દિવસમાં ભરતી માટેના ફોર્મ બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચો : Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:08 pm, Wed, 6 April 22

Next Article