ગુજરાતમાં (Gujarat) કોરોનાના કેસોના વધારાની વચ્ચે અમદાવાદ(Ahmedabad)મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central)તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદથી મુંબઈ અવર જવર કરતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેવા સમયે રેલ્વે તંત્ર દ્વારા પણ ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવાની શરૂઆત કરી છે.
જેના ભાગરૂપે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને હવે સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
FREQUENCY OF MUMBAI – AHMEDABAD TEJAS EXP INCREASED TO FIVE DAYS A WEEK
For the convenience of passengers & to meet the travel demand, Mumbai – Ahmedabad Tejas Exp will run 5 days a week, i.e. on Wednesday, Friday, Saturday, Sunday & Monday w.e.f 22.12.2021@drmbct @RailMinIndia pic.twitter.com/ziwDVYni7R— Western Railway (@WesternRly) December 11, 2021
અમદાવાદથી મુંબઈ જતાં મુસાફરો માટે તેજસ એક્સપ્રેસના ટ્રેનને વધુ એક દિવસ વધારવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પ્રત્યેક ટ્રીપમાં 700-1000 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. આ અંગે આઈઆરસીટીસીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેને લઇને હવે મુસાફરોની મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અઠવાડિયાના 4 દિવસથી વધારીને અઠવાડિયાના 5 દિવસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન હવે 22 ડિસેમ્બર, 2021થી બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે દોડશે.
The frequency of Train No. 82901/82902 Mumbai Central- Ahmedabad Tejas Express has been increased to 5 days. The train will now run on Wednesday -Friday-Saturday-Sunday-Monday w.e.f. 22nd December 2021.
— IRCTC (@IRCTCofficial) December 12, 2021
ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે અમદાવાદથી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
જ્યારે ટ્રેન નંબર 82901/82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ (અઠવાડિયામાં 5 દિવસ), ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે મુંબઈ સેન્ટ્રલ 15.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.05 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ પણ વાંચો : VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો
Published On - 4:41 pm, Sun, 12 December 21