AMCની સામાન્ય સભામાં થયો હોબાળો, કમિટીમાં વિપક્ષને સ્થાન ન અપાતા વિરોધ

AMCની સામાન્ય સભામાં થયો હોબાળો, કમિટીમાં વિપક્ષને સ્થાન ન અપાતા વિરોધ

| Edited By: | Updated on: Nov 24, 2023 | 5:58 PM

અમદાવાદ કોર્પોરેશનની શુક્રવારે સામાન્ય સભા યોજાઈ હતી. આ દરમિયાન અલગ અલગ કમિટીઓમાં વિપક્ષને સ્થાન નહીં મળ્યાનો વિરોધ બેઠકમાં જોવા મળ્યો હતો. સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વિપક્ષે એજન્ડાના કાગળો ફાડીને ફેંકવામા આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોને કમિટીમાં નહીં સમાવાતા ભારે સૂત્રોચ્ચા કરીને વિરોધ કરીને કાગળો ફાળીને છૂટ્ટા નાંખવામાં આવ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં 12 કમિટીઓમાં સ્થાન આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન વિપક્ષી સભ્યોને કમિટીમાં સ્થાન નહીં અપાતા હોબાળો સર્જાયો હતો. વિપક્ષી કોંગ્રેસી સભ્યોએ વિરોધ કરતા હોબાળો કરીને સામાન્ય સભાના એજન્ડાના કાગળોને ફાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ રિંકૂ સિંહે અંતિમ બોલ પર ફટકારેલ ‘વિનિંગ સિક્સર’ કેમ ના આવી કામ? આ નિયમને કારણે 6 રન ઉમેરાયા નહીં

વિપક્ષી નેતાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવી મુક્યો હતો. સાથે જ વિપક્ષે આક્ષેપો પણ કર્યા હતા. અગાઉ કોંગ્રેસે પણ આવી જ નિતી અપનાવી હતી હોવાને લઈ આ પરંપરા શરુ થઈ હોવાની પણ ચર્ચા શરુ થઈ હતી. જોકે કમિટીઓના નામ હોબાળા વચ્ચે જાહેર કરવામાં આવ્યા હતા.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 24, 2023 05:57 PM