Ahmedabad: પાલડીમાં ડ્રાયફ્રુટના વેપારીના ઘરમાંથી 9 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, સીસીટીવી Videoના આધારે આરોપી ઝડપાયો

અમદાવાદમાં પાલડીમાં ડ્રાયફ્રુટના વેપારીના ઘરમાંથી 9 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે સીસીટીવી વિડીયોના આધારે આરોપીને  ઝડપ્યો છે . જેમાં પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ અરવિંદ મોરાડિયા છે. જેને બદલો લેવા માટે કુટુંબના ભત્રીજાના ઘરમાં ચોરી કરી છે. જેમાં પાલડી વિસ્તારમાં રહેતા અને ડ્રાયફ્રુટનો વેપાર કરતા વિનોદ ભાઈના ઘરમાં રૂ 9 લાખની રોકડની ચોરીની ઘટના સામે આવી છે.

Ahmedabad: પાલડીમાં ડ્રાયફ્રુટના વેપારીના ઘરમાંથી 9 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, સીસીટીવી Videoના આધારે આરોપી ઝડપાયો
Ahmedabad Theft Case Resolved
| Edited By: | Updated on: Mar 17, 2023 | 5:12 PM

અમદાવાદમાં પાલડીમાં ડ્રાયફ્રુટના વેપારીના ઘરમાંથી 9 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે સીસીટીવી વિડીયોના આધારે આરોપીને  ઝડપ્યો છે . જેમાં પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ અરવિંદ મોરાડિયા છે. જેને બદલો લેવા માટે કુટુંબના ભત્રીજાના ઘરમાં ચોરી કરી છે. જેમાં પાલડી વિસ્તારમાં રહેતા અને ડ્રાયફ્રુટનો વેપાર કરતા વિનોદ ભાઈના ઘરમાં રૂ 9 લાખની રોકડની ચોરીની ઘટના સામે આવી છે. આ ગરીબ પરિવારે ધંધો કરીને પૈસા ભેગા કર્યા હતા. પોતાના ઘરનું સપનું પૂરું કરવા રાત દિવસ મજુરી કરી પરંતુ ચોર તેમના ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરી જતા પરિવાર તૂટી ગયો હતો.

તેમજ પોલીસને હાથ જોડીને ચોરને પકડવાની વિનંતી કરી છે. ગરીબ પરિવારની હાલત જોઈને પાલડી પોલીસ અને ઝોન 7 LCBની ટીમે તપાસ શરૂ કરી. અને તપાસમાં CCTV ફુટેજમાં આરોપીનો ભાંડો ફૂટ્યો.પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર કુટુંબના કાકા એવા અરવિંદ મોરાડીયા ની ધરપકડ કરીને ચોરીની રોકડ જપ્ત કરી..પરિવારે પોલીસની કામગીરીને પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો..

જેમાં પકડાયેલા આરોપી અરવિંદ વેપારીનો કુટુંબનો કાકા થાય છે. તે પણ ફૂટપાથ પર ડ્રાયફૂટનો બિઝનેશ કરે છે. જેમાં કાકા ભત્રીજા વચ્ચે ધંધામાં સ્પર્ધા ચાલે છે.. જેના કારણે અગાઉ ઝઘડો થયો હતો અને વિનોદભાઈએ ફરિયાદ પણ કરી હતી.જેનો બદલો લેવા આરોપીએ ચોરીનું ષડયંત્ર રચ્યું હતું. વિનોદભાઈ ઘર ખરીદવા છેલ્લા 2થી3 વર્ષથી પૈસા ભેગા કરી રહ્યા છે.તે આરોપીને ખબર હતી. આ ઉપરાંત ઘર બંધ કરીને ચાવી ઝાડમાં છુપાવીને રાખતા હોવાની જાણકારી પણ હતી.. જેથી આરોપીએ ફૂટપાથ પર ધંધો કરવા ગયો અને બપોરના સમયમાં ત્યાંથી નીકળીને વિનોદભાઈના ઘરમાં જઈને 9 લાખની રોકડ ચોરી કરી હતી.

જેમાં પોતાના ઘરમાં છુપાવી દીધા અને ફરી ધંધા સ્થળે આવી ગયો. આ ચોરીના રૂપિયામાંથી 1 લાખ મુથુટ ફાયનાન્સમાં ભરીને લોન ચૂકવી દીધી. ત્યાર બાદ 8 લાખ રૂપિયા બેંકમાં પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને તમામ ચોરીની રોકડ કબ્જે કરી છે.

મહત્વનું છે કે ધંધા ની અદાવતમાં કાકાએ ચોરી કરીને ભત્રીજા નું ઘરનું સપનું તોડ્યું.. પરંતુ પોલીસે આરોપીને ઝડપીને આ સપનું પૂરું કરવા માટે મદદ કરી. આ આરોપી પોતાની દવા કરાવવા ચોરી કરી હોવાનું પણ રટણ કરી રહ્યો છે.. હાલમાં પાલડી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : આખલાઓએ પાણી પુરીની લારીને લીધી અડફેટે, પાણીપુરી ખાનારા માંડ બચ્યા, જુઓ CCTV

Published On - 4:29 pm, Fri, 17 March 23