AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: લાકડાં વિણવા ગયેલા દેરાણી જેઠાણીના ગળા કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક, પોલીસે પગેરૂ સાધવાની શરૂઆત કરી

અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ બંને મહિલાઓ ભૂવાલડી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓ લાકડા કાપવા માટે ભૂવાલડીથી નીકળી હતી,

Ahmedabad: લાકડાં વિણવા ગયેલા દેરાણી જેઠાણીના ગળા કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક, પોલીસે પગેરૂ સાધવાની શરૂઆત કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:56 AM
Share

ગત મોડી સાંજે અમદાવાદના કણભામાં આવેલા ઝાણું ગામની સીમમાંથી બે મહિલાઓની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે. લાકડા એકઠા કરવા નીકળેલા દેરાણી-જેઠાણી પરત ઘરે ન ફરતા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. બંને મહિલાઓને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી

આ બંને મહિલાઓ ભૂવાલડી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓ લાકડા કાપવા માટે ભૂવાલડીથી નીકળી હતી, પરંતુ ખૂબ જ મોડું થયા બાદ પણ બંને  દેરાણી -જેઠાણી  ઘરે પાછા ન ફરતા પરિવારજનો દ્વારા  તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને મહિલાઓની તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારી હત્યા નિપજાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્યની પોલીસ દ્વારા સીસીટીવી તેમજ પરિવારજનોની વિગતો લઈને  આ ડબલ મર્ડર અંગે  વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગળા પર તીક્ષ્ણ નિશાન જોવા મળ્યા

અમદાવાદ જિલ્લાના કણભામાં આવેલા સતીમાતાના ફળીયામાં રહેતા દેરાણી  ગીતાબેન ઠાકોર (ઉ.વ.47) અને જેઠાણી મંગુબેન ઠાકોર (રહે.ઉ.વ.60)  શુક્રવારે બપોરે પોતાના કામથી પરવારીને   ગામની નજીકમાં આવેલી ગૌચર જમીન અને આસપાસના ખેતરમાં લાકડા એકઠા કરવા માટે ગયા હતા પરંતુ, મોડી સાંજ સુધી તેઓ ઘેર પરત ન આવતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. જેમાં ગૌચર જમીન પર બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં તેમના ગળા પર તિક્ષણ હથિયારથી ઇજાઓ થઇ હતી. જો કે આસપાસ કોઇ વ્યક્તિ મળી આવ્યા નહોતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. જેમાં ડોગ સ્કોવ્ડ અને એફએસએલના અધિકારીઓની મદદ લઇને તપાસ કરવામાં આવી હતી. 

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">