દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન સ્ટેમક્વિઝનો ગુજરાત સાયન્સ સિટી ખાતે પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જુદા જુદા તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ યોજાયેલી STEMQUIZ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા છે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે 9 મેથી શરૂ થયેલી આ સ્પર્ધા 12 મે સુધી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સ્પર્ધામાં 588 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ, ટેલિસ્કોપ, રોબોટ, ડ્રોન જેવા ઈનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર સાહેબ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેક્નોલોજી વિભાગના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેમ ક્વિઝ એક એવી સ્પર્ધા છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિશે જ્ઞાન વધારવાનો છે.
આ પણ વાંચો: Gujarati video : કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક્શન મોડ પર, અલાયદો વોર્ડ તૈયાર કરાયો
આ અગાઉ સાયન્સ સિટીમાં 5 મે શુક્રવારના રોજ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ઉર્જા સંરક્ષણ માટેનું સૌથી મોટું કેમ્પેઈન યોજાયુ. સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ‘સક્ષમ -2023’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની થીમ છે ‘નેટ ઝીરો તરફ ઉર્જા સંરક્ષણના માર્ગો’. ગુજરાત સાયન્સ સિટીમાં ઓડિટોરિયમ-1 માં સવારે 10:30 વાગ્યે કોન્કલેવનું આયોજન થશે. જેમાં ઉર્જા સંરક્ષણ અંગે ચર્ચા થશે. આવતા વર્ષોમાં નેટ ઝીરો કઈ રીતે થાય અને નેચરને પોઝિટિવ કઈ રીતે બનાવવું તે અંગે પેનલ ડિસ્કશન થશે. આ ઉપરાંત સાંજના સમયે વોકાથોનનું પણ આયોજન કરાયુ. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ‘સક્ષમ’ એ એક મહિનાના સમયગાળા માટેનો PCRA (Petroleum Conservation Research Association) નો વાર્ષિક પ્રમુખ કાર્યક્રમ છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે ઈંધણ સંરક્ષણની આવશ્યકતા અંગે નાગરિકોને જાગૃત કરવાની સાથે સાથે ક્રૂડ ઓઈલની આયાત પરની ભારતની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરવાનો તેનો હેતુ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…