Ahmedabad: વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીએ આપઘાતનો કર્યો પ્રયાસ, કરોડો ચુકવવા છતાં કીડની લિવર કાઢી લેવાની મળતી હતી ધમકી

|

Jan 15, 2023 | 4:49 PM

Ahmedabad: વ્યાજખોરોના ત્રાસથી કન્સ્ટ્રક્શનના એક વેપારીએ ઉંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અલગ અલગ વ્યાજખોરોને કરોડો રૂપિયા ચુકવવા છતા તેઓ કિડની લિવર કાઢી નાખી વેચવાની ધમકી આપતા હતા અને વધુને વધુ પૈસા માગી રહ્યા હતા.

Ahmedabad: વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીએ આપઘાતનો કર્યો પ્રયાસ, કરોડો ચુકવવા છતાં કીડની લિવર કાઢી લેવાની મળતી હતી ધમકી

Follow us on

વ્યાજખોરોને ડામવા પોલીસ વિભાગે એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. જે કન્સ્ટ્રકશના વેપારી પાસેથી કરોડોનું વ્યાજ પડાવ્યું છતાં કીડની-લીવર વેચવાની વ્યાજખોરોએ ધમકી આપી હતી. ફરિયાદી વેપારી કંટાળીને ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કન્સ્ટ્રક્શનનું કામ કરતા વેપારીએ 8 વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ

ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધની મુહિમ અંતર્ગત અમદાવાદના આનંદનગર પોલીસ મથકમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. જેમાં જોધપુર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા વેપારી રાકેશ શાહે 8 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે વ્યાજખોરો ત્રાસ કારણકે 50 જેટલી ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

વ્યાજે લીધેલા 40 કરોડ રૂપિયા માટે 8થી 10 ટકા વ્યાજની માગણી

ફરિયાદી રાકેશ શાહનું કહેવું છે કે કન્સ્ટ્રકશનના વ્યવસાય માટે તેમણે 2019થી 2022 સુધી 38થી 40 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં શરૂઆતમાં દોઢથી બે ટકા વ્યાજે પૈસા લઈ વ્યવસાય કરતા હતા. પરતું છેલ્લા એક વર્ષથી વ્યાજે લીધેલા પૈસા લેનાર લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા, જેના કારણે પોતે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરી શકતા ન હતા અને ધંધામાં નુક્સાની થવાથી પૈસા ચુકવી શકતા ન હોવાથી વ્યાજે લીધેલા પૈસા 8થી 10 ટકા સાથે માંગણી કરતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

60 ટકા રકમ પરત કર્યા બાદ પણ મળતી હતી ધમકી

ભોગ બનનાર ફરિયાદી રાકેશ શાહનું કહેવું છે કે વ્યાજ પૈસા લેનાર શખ્સોને 60 ટકા જેટલી રકમ પરત કરી દીધી છે. જે કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર ધમકી આપી રહ્યા હતા. આથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદીએ ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરિયાદીને 24 ડિસેમ્બર 2022ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વ્યાજખોરોએ હોસ્પિટલમાં જઈને પણ ફરિયાદીને ધમકી આપી હતી કે કીડની અને લીવર વેચી વ્યાજના રૂપિયા ચૂકવવા પડશે. તદુપરાંત ચેક રિટર્ન કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. હાલ આનંદનગર પોલીસે સંગમ પટેલ, અર્પિત શાહ, અસ્પાલ હેમંતભાઈ શાહ, દિગપાલ હેમંતભાઈ શાહ, અશોક ઠક્કર, ચેતન શાહ, પંકજ પારેખ અને લક્ષ્મણ વેકરિયા વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  Video: અમદાવાદમાં વ્યાજખોરી ડામવા શહેર પોલીસ દ્વારા શરૂ કરાઈ સ્પેશ્યિલ ડ્રાઈવ, 50 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી 19 લોકોની કરાઈ ધરપકડ

 

વ્યાજખોરોએ કેટલા પૈસા માગ્યા?

  • સંગમ પટેલે 13 કરોડની સામે 24 કરોડ માંગ્યા
  • અર્પિત શાહે 18 લાખ સામે 12 કરોડ રૂપિયા માંગ્યા
  • અસ્પાલ અને દીગપાલ શાહે 7.98 કરોડ સામે 20 કરોડ માંગ્યા
  • અશોક ઠક્કરે 4.05 કરોડ સામે રૂપિયા 50 કરોડ માંગ્યા
  • ચેતન શાહે 8.8 કરોડ સામે 30 કરોડ માંગ્યા
  • પંકજ પારેખે 4.74 કરોડ સામે 42 કરોડ માંગ્યા
  • લક્ષ્મણ વેકરિયાએ 75 લાખ સામે 5 કરોડ માંગ્યા

ફરિયાદી રાકેશ શાહનું કહેવું છે કે મે પૈસા આપવાન બહુ કોશિષ કરી પણ એ લોકોએ મને બહુ હેરાન કર્યો. હું બધાં જ પૈસા ચૂકવી દઈશ. કોઈને ના નથી પાડતો પણ લોકો મને બહુ હેરાન કરે છે. લિવર વેચી નાખ, કિડની વેચી નાખ, તારી કિડની કાઢી નાખીશ. તારું લિવર કાઢી નાખીશ. એવી ધમકી વ્યાજખોરો આપતા હતા. મને ગુજરાત પોલીસે બચાવ્યો છે. હું ગુજરાત પોલીસનો આભાર માનું છું કારણકે વ્યાજખોરો ડરના લીધે 3 મહિના પછી મારા ઘરે પરત આવ્યો છું.

Next Article