Ahmedabad : એરપોર્ટ પર દર રવિવારે યોજાય છે વિશેષ ફ્રિકશન ટેસ્ટ, કેમ કરવામાં આવે છે આ ટેસ્ટ ?

|

Jul 04, 2021 | 3:15 PM

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) દર રવિવારે વિશેષ ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે. ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એરપોર્ટ માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી હોય ભાગરૂપે આ કામગીરી કરવામાં આવે છે.

Ahmedabad : એરપોર્ટ પર દર રવિવારે યોજાય છે વિશેષ ફ્રિકશન ટેસ્ટ, કેમ કરવામાં આવે છે આ ટેસ્ટ ?
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

Follow us on

ચોમાસાની સીઝનમાં એરપોર્ટ (Airport ) પર બર્ડ હિટ (Bird hit) તેમજ ફ્લાઇટ રનવે પરથી ઉતરી જવાની ઘટના બનતી હોય છે. આવી ઘટનાઓ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર ના બને તે માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર દર રવિવારે વિશેષ ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી એરપોર્ટના રનવેમાં કોઈ ખામી છે કે કેમ તેનો અંદાજો મેળવી શકાય છે.

એરપોર્ટના રન વે પર નાનો ખાડો અથવા ફલાઈટના ટાયરનું ચોંટેલું રબ્બર પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. જો કે આવી કોઈ દુર્ઘટના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ના બને તે માટે દર સપ્તાહે એરપોર્ટના રનવેનું સમારકામ કરવામાં આવે છે. આ સાથે જ રનવેનો ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં વિશેષ પ્રકારની કાર અમદાવાદ એરપોર્ટના રનવે ઉપર 100-120 કિમિ પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવે છે. જેનાથી એરપોર્ટના રનવેની ચકાસણી થઈ શકે.

આ સાથે જ એરપોર્ટના રનવે પર ફ્લાઈટના ટાયર ધડાકાભેર રન વે પર અથડાય ત્યારે રબ્બરનો કેટલોક ભાગ રનવે પર ચોંટી જતો હોય છે. જેને દૂર કરવા માટે વિશેષ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ કામગીરી કરવા માટે એરપોર્ટનો રનવે દર રવિવારે બપોરે 11 થી 3 સુધી બંધ રહેતું હોય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એરપોર્ટ માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવતી હોય છે. DGCA ના નિયમ મુજબ જે એરપોર્ટ પર દિવસ દરમ્યાન 210થી વધુ ફ્લાઈટોનું સંચાલન થતું હોય તેવા એરપોર્ટ પર દર સપ્તાહે આ પ્રકારનો ફ્રિક્શન ટેસ્ટ કરવો જરૂરી છે. તો જે એરપોર્ટ પર દિવસ દરમ્યાન 151 થી 210 ફ્લાઈટનું સંચાલન થતું હોય તેવા એરપોર્ટ પર દર 15 દિવસે આ કામગીરી કરવામાં આવતી હોય છે.

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિકની (Domestic flight) સાથે ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું (International flights) પણ સંચાલન થતું હોવાને કારણે રોજની 210 થી વધુ ફ્લાઈટની આવન-જાવન રહેતી હોય છે. જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રકારના ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે

Next Article