Ahmedabad: જમાઈએ સાસરિયાના ત્રાસથી કંટાળી 11માં માળેથી પડતું મૂકી કર્યો આપઘાતનો પ્રયાસ

|

May 12, 2022 | 9:24 PM

અત્યાર સુધીમાં વેપારીઓ વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યા હોય તેવું સાંભળ્યું હશે. પણ કોઈ જમાઈ વ્યાજખોર પત્ની, સાળી અને સસરાના ત્રાસનો ભોગ બન્યા હોય તેવી ઘટના પહેલી વાર પ્રકાશમાં આવી છે.

Ahmedabad: જમાઈએ સાસરિયાના ત્રાસથી કંટાળી 11માં માળેથી પડતું મૂકી કર્યો આપઘાતનો પ્રયાસ
ફોટો - આરોપીએ

Follow us on

Ahmedabad: અત્યાર સુધીમાં વેપારીઓ વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યા હોય તેવું સાંભળ્યું હશે. પણ કોઈ જમાઈ વ્યાજખોર પત્ની, સાળી અને સસરાના ત્રાસનો ભોગ બન્યા હોય તેવી ઘટના પહેલી વાર પ્રકાશમાં આવી છે. સોલા પોલીસ (Sola Police) સ્ટેશનમાં સાસરિયા ત્રાસથી જમાઈએ આપઘાત (Suicide) પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે સાસરિયાઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલના બિછાને પડેલ આ છે ધ્રુવ પટેલ. અને બીજીબાજુ પકડાયેલા આ તેમના સાસરિયાઓ. ધ્રુવ ભાઈને હાલ શરીર ના અલગ અલગ ભાગોમાં નવ જેટલા ફ્રેક્ચર થતા સર્જરી ચાલી રહી છે. આવું થવા પાછળનું કારણ તેમના સાસરિયાઓ છે જેઓની હાલ ધરપકડ કરાઈ છે. ધ્રુવને આર્થિક તંગી આવતા તેઓએ પત્ની, સાળી અને સસરા પાસેથી 10 થી 12 લાખ અઢી ટકા વ્યાજે લીધા હતા. પાંચેક વર્ષ સુધીમાં તે મૂડી અને સાથે મૂડી કરતા પણ વધારે વ્યાજ ચૂકવી દીધું હોવાનું કહી રહ્યા છે. તે છતાંય ત્રાસ આપતા ધ્રુવ ભાઈ એ એક ફ્લેટમાં જઈ 11માં માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.

ઇજાગ્રસ્ત ધ્રુવ પટેલ વર્ષ 2014માં રીંકુ પટેલ સાથે લગ્ન કર્યા હતા જે બાદ એક વર્ષમાં છૂટાછેડા થઈ ગયા હતા. જે પછી ધ્રુવ પટેલ અને રીંકુએ વર્ષ 2015માં ફરી એકવાર લગ્ન કર્યા. જોકે છેલ્લા એક-બે વર્ષથી રીંકુ તેની પાંચ વર્ષની દીકરી સાથે અલગ અલગ રહે છે. ઘટનાની વાત કરવામાં આવે તો 8મી તારીખના રોજ ધ્રુવ પટેલ 11માં માળેથી પડતું મૂક્યું હતું. બાદમાં ધ્રુવના વાહનની ડેકીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેમાં તેણે માતા પિતાને સંબોધીને લખ્યું હતું કે, પત્ની રીંકુના પરિવાર વાળા માત્રને માત્ર પૈસા માટે સંબંધ રાખે છે. મેં રીંકુ, તેની બહેન તથા સસરા પાસેથી લીધેલા નાણાં પાંચ વર્ષથી વ્યાજ સાથે ચૂકવી દીધા છે અને વ્યાજ એટલું આપ્યું કે, મૂડી કરતા પણ વધી જાય. જ્યારે ધંધો ચાલતો ન હતો ત્યારે પત્નીએ પૈસા માંગ્યા હતા. પૈસા આવશે ધંધો ચાલશે એટલે આપી દઈશ તેવું કહેવા છતાંય ઉઘરાણી કરતા હતા.

પત્ની તેની બહેન સસરા સહિતના લોકો ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા જેથી અંતિમ પગલું ભરૂ છું તેમ આ ચિઠ્ઠીમાં લખેલું લખાણ મળી આવ્યું હતું. જે પુરાવા આધારે સોલા પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરી વ્યાજખોર સાસરિયાઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપીઓએ પૈસા માટે ખૂબ દબાણ કરી દહેજના ત્રાસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ કર્યા છે. બીજી બાજુ સાસરિયા પક્ષ દ્વારા જમાઈ ધ્રુવ પટેલ આપેલા પૈસા સટ્ટો અને જુગારમાં હારી ગયાના આક્ષેપ કર્યા છે. જોકે જમાઇ દ્વારા અવારનવાર પૈસાની માંગણીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે જેથી પોલીસ અલગ અલગ દિશા માં વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 9:24 pm, Thu, 12 May 22

Next Article