Ahmedabad: ગાડી વેચવાના બહાને લાખોની છેતરપિંડી આચારનાર નિવૃત IPSના પુત્રની સોલા પોલીસે કરી ધરપકડ

|

Sep 18, 2023 | 5:04 PM

નિવૃત IPSના પુત્રની સોલા પોલીસે ધરપકડ કરી છે. નીરવ જેબલિયા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. જે ગુનામાં તેની કચ્છ ગાંધીધામ ખાતેથી એક રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોલા પોલીસે નિરવના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: ગાડી વેચવાના બહાને લાખોની છેતરપિંડી આચારનાર નિવૃત IPSના પુત્રની સોલા પોલીસે કરી ધરપકડ

Follow us on

Ahmedabad Crime: અમદાવાદ સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ નીરવ બાવકુભાઈ જેબલિયા છે. જેની સોલા પોલીસે કચ્છ ગાંધીધામથી ધરપકડ કરી. મહત્વનું છે કે નીરવ વિરુદ્ધ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી એક ગુનામાં સ્કોપીર્યો કાર વેચવાના બહાને ભોગ બનનાર પાસેથી 4.23 લાખ રૂપિયા લઇ ગાડી ન આપી છેતરપિંડી આચરી હતી. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટનો બનાવટી ઓર્ડર બનાવી ભોગ બનનાર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટના ધ્યાને હકીકત આવતા ગુનો નોંધાયો હતો.

આરોપી નીરવ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસ કરતા હકીકત સામે આવી કે નિરવ કોઈપણ કામ માટે રૂપિયા પડાવી લેતો હતો. સાથે જ જો કોઈ વધુ ઉઘરાણી કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની તથા પોલીસની ધમકી પણ આપતો હતો. ઉપરોક્ત બંને ગુનાઓમાં આરોપી નિરવે ભોગ બનનાર પાસેથી સાડા નવ લાખ રૂપિયા પડાવી લીધા છે. જોકે જ્યારે રૂપિયા પાછા માગ્યા ત્યારે ધમકીઓ આપતો હતો. જોકે બન્ને ગુના બાદ આરોપી શહેર છોડી ફરાર થઈ ગયો હતો જેની ગાંધીધામ ખાતેના એક રિસોર્ટ થી ધરપકડ કરવામાં આવી છે. આરોપી નીરવને પોલીસ પકડે નહિ માટે અલગ અલગ રિસોર્ટ માં ભાગતો ફરતો હતો.

આ પણ વાંચો : ખરા ચોર છે ! ચોરી કરી જેલમાં જતા અને જેલમાંથી છૂટી ફરી ચોરીના રવાડે ચડી જતા, અમદાવાદ પોલીસે આરોપીઓની સાન ઠેકાણે લાવી

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આખરે સોલા પોલીસે નિરવ જેબલિયાની કાર વેચાણ મામલે કરેલી છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે. જોકે હાઈકોર્ટના બનાવટી સ્ટે ઓર્ડર બનાવવાના ગુનામાં તેની ધરપકડ થતા બનાવટી સ્ટે ઓર્ડર ક્યાંથી બનાવ્યો, કોની પાસે બનાવ્યો અને અગાઉ કોઈ આવા સ્ટે ઓર્ડર બનાવ્યા છે કે તેમ તેની તપાસ કરવામા આવશે. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે કરેલા આદેશ બાદ ગુનો નોંધાયો હતો. જેથી પોલીસ તપાસમાં શું ખુલાસા કરે છે તે જોવુ મહત્વનું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article