Ahmedabad : વર્લ્ડ હિયરીંગ વીકના ઉપલક્ષમાં સોલા સિવિલમાં બન્યો આ રેકોર્ડ

|

Feb 24, 2022 | 11:39 PM

દેશમાં પહેલી વખત એક જ દિવસમાં છ કલાકમાં 35 થી વધુ કાનના ઓપરેશન કરવાનો રેકોર્ડ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્થપાયો છે. આ 35થી વધુ ઓપરેશનમાં કાનમાં પરું થવું, ઓછું સંભળાવું, કાનમાં દુઃખાવો જેવી અનેક સમસ્યાઓથી પીડિતા દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના(Sola Civil Hospital)  ENT વિભાગે એક અનોખો રેકોર્ડ(Record) બનાવ્યો છે.. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં છ કલાકમાં 35 થી વધુ કાનના ઓપરેશન કરવાનો રેકોર્ડ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્થપાયો છે. આ 35થી વધુ ઓપરેશનમાં કાનમાં પરું થવું, ઓછું સંભળાવું, કાનમાં દુઃખાવો જેવી અનેક સમસ્યાઓથી પીડિતા દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું. ENT વિભાગના વડાએ જણાવ્યું કે આખું અઠવાડિયું વર્લ્ડ હિઅરીંગ વીક(World Hearing  Week) તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત કાનની કોઈપણ પ્રકારની તકલીફ ધરાવતા દર્દીઓની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે

આ પણ વાંચો : Junagadh: આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, નાગા બાવાના ધુણા ચેતવા લાગ્યા

Next Video