Ahmedabad : ડ્રગ્સના ગેરકાયદે કારોબારમાં સંકળાયેલી એક યુવતી સહિત ચાર લોકોની એસઓજી ક્રાઇમે ધરપકડ કરી

|

Nov 25, 2022 | 4:13 PM

અમદાવાદમાં ડ્રગ્સના ધંધા માં હવે યુવતીઓ પણ સંડોવાઈ રહી છે.આવી જ એક યુવતી સહિત ચાર લોકોની એસઓજીએ ધરપકડ કરી છે. જેમાં આરોપી યુવતી અનેક સમયથી મુંબઈથી ગુજરાતમાં આવી યુવાનો અને તેમાંય ડ્રગ એડિકટ લોકોને ફસાવતી હતી. જેમાં આવા લોકોનો સંપર્ક કરી પૈસા ઉધાર આપી પૈસા પરત ન આપી શકે તો આ યુવાનોને પેડલર બનાવતી હતી

Ahmedabad : ડ્રગ્સના ગેરકાયદે કારોબારમાં સંકળાયેલી એક યુવતી સહિત ચાર લોકોની એસઓજી ક્રાઇમે ધરપકડ કરી
Ahmedabad Drugs Pedalars

Follow us on

અમદાવાદમાં ડ્રગ્સના ગેરકાયદે કારોબારમાં હવે યુવતીઓ પણ સંડોવાઈ રહી છે.આવી જ એક યુવતી સહિત ચાર લોકોની એસઓજીએ ધરપકડ કરી છે. જેમાં આરોપી યુવતી અનેક સમયથી મુંબઈથી ગુજરાતમાં આવી યુવાનો અને ડ્રગ એડિકટ લોકોને ફસાવતી હતી. જેમાં આવા લોકોનો સંપર્ક કરી પૈસા ઉધાર આપી પૈસા પરત ન આપી શકે તો આ યુવાનોને પેડલર બનાવતી હતી. SOG એ ધરપકડ કરેલી આ મહિલાનું નામ રહેનુમા ખાન ઉર્ફે સિઝા છે.તેની સાથે શાહબાઝ ખાન પઠાણ, જૈનિષ દેસાઈ અને અંકિત શ્રીમાળી  છે. આ તમામ લોકોને એસઓજીએ 2.96 લાખના 29 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે..આ આરોપીઓને શાહપુર પાસેથી એક કારમાંથી ઝડપી લેવાયા.જેમાં મુખ્ય આરોપી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને સરફરાઝ ખાન પઠાણ છે.

રૂપિયા પરત ન આપે તો યુવકોને ડ્રગ ડીલર બનાવી દેતી હતી.

ડ્રગ્સનો કાળા કારોબારના આરોપી યુવતી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અનેક મહિનાઓથી ગુજરાતમાં આવી હતી.અહીં આવી એક હોટલમાં રોકાતી જેની સાથે જ રાત્રી ના સમયે કેફે જેવી જગ્યાઓ પર જઈને યુવકનો સંપર્ક કરતી. આ સંપર્કમાં આવેલા યુવકો સાથે મિત્રતા કરતી. તેમજ બાદમાં આવા યુવકો પર રૂપિયા આપતી હતી અને રૂપિયા પરત ન આપે તો યુવકોને ડ્રગ ડીલર બનાવી દેતી હતી.

સી. જી. રોડ સહિતના પોશ વિસ્તારમાં રહેલ હોટલમાં ડ્રગ્સ આપતી હોવાનું સામે આવ્યું

યુવતી સાથેના અન્ય આરોપીઓ ડ્રગ ડીલર બન્યા પણ સાથે તેઓ ડ્રગ એડિકટ પણ બન્યા છે.આ યુવતી રહેનુમા ખાન ઉર્ફે સિઝા ઓન ડ્રગ એડિકટ હોવાનું સામે આવ્યું છે.જો કે પોલીસને આરોપીઓ પાસેથી એક લાલ ડાયરી મળી આવી..જેમાં આશરે 100 હાઈ પ્રોફાઈલ યુવક યુવતીઓના નામ પણ મળી આવ્યા છે.જેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ તો કેટલીક પરિણીત યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું છે.ત્યારે હવે તમામ લોકોનો પોલીસ સંપર્ક કરી તેઓને નશાની લતમાં થી છોડાવવાની કામગીરી કરશે.જોકે ડ્રગ્સ ડીલર મહિલા રહેનુમા ખાન નવરંગપુરા,સી. જી. રોડ સહિતના પોશ વિસ્તારમાં રહેલ હોટલમાં ડ્રગ્સ આપતી હોવાનું સામે આવ્યું છે.જેમાં તમામ યંગસ્ટરોને  નશાની લત છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ ગુનામાં પેડલર તરીકે ઝડપાયેલા જૈનિષ દેસાઈ ની પત્ની ખ્યાતનામ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને નવરંગપુરા ખાતે આવેલા કરોડોના બંગલામાં બેસી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને શાહબાઝ ખાન જૈનિષને ડ્રગ વેચવા મજબરુ કરતા. આ ઉપરાંત ડ્રગ્સ સપ્લાયરના ત્રાસથી છૂટવા આરોપી જૈનિષે પરિવાર પાસેથી લાખો રૂપિયા લાવી આરોપીઓને ચૂકવ્યા હોવાની કબૂલાત આરોપી જેનીશે કરી છે.ત્યારે ડ્રગ્સની ટોળકીમાં અન્ય કેટલા ડ્રગ્સ પેડલરો સંડોવાયેલા છે જે દિશામાં એસ.ઓ.જી તપાસ શરૂ કરી છે.

Published On - 4:11 pm, Fri, 25 November 22

Next Article