Ahmedabad : નવરંગપુરાના હાર્ડવેરના વેપારીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

|

Aug 20, 2021 | 7:20 AM

ભાડુઆતોના ત્રાસથી કંટાળીને સંજય શાહે 11મી ઓગસ્ટના રોજ દહેગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા સંજય શર્માએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી.

Ahmedabad : શહેરના નવરંગપુરાના હાર્ડવેરના વેપારીના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે ભાડુઆતોની ધમકીથી કંટાળીને દુકાન માલિકે આપઘાત કર્યો હતો. નવરંગપુરામાં રહેતા મૃતક સંજય શર્મા રખિયાલમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. જ્યાં તેમની માલિકીની કેટલીક દુકાનો ભાડે આપેલી છે. જોકે ભાડુઆતો આ દુકાન ખાલી કરવાને બદલે માલિક સંજય શર્માને ધમકી આપતા હતા.

ભાડુઆતોના ત્રાસથી કંટાળીને સંજય શાહે 11મી ઓગસ્ટના રોજ દહેગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા સંજય શર્માએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી. જેમાં દુકાન ખાલી નહીં કરીને ભાડુઆતો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્નીએ નવરંગપુરા પોલીસ મથકે 6 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છેકે  છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરમાં વ્યાજખોરના ત્રાસ અને આર્થિક સંકડામણને કારણે આપઘાતના કેસમાં વધારો થઇ રહ્યો છે. અને, રાજયમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસના બોજ તળે આપઘાત કરી રહ્યાં છે. ત્યારે નવરંગપુરાના વેપારીના આપઘાત કેસમાં ધાકધમકીનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

 

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 20 ઓગસ્ટ: પ્રેમીઓને મળી શકે આજે મુલાકાતનો ચાન્સ, મન-ગમતા મહેમાનોનું થશે આગમન

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 20 ઓગસ્ટ: કામ-કાજની જગ્યા પર સર્જાઈ શકે છે સમસ્યાઓ, પેટ સબંધિત બીમારીઓ કરી શકે પરેશાન

Next Video