
ફૂટબોલની આ CBSE ક્લસ્ટર XIII U-19 બોયઝ ટુર્નામેન્ટમાં 32 ટીમો સ્પર્ધામાં ઉતરી હતી, જેમાં શાંતિ એશિયાટિક સ્કૂલની ટીમે અસાધારણ કૌશલ્યનુ પ્રદર્શન કર્યું હતું, અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રતિસ્પર્ધિ ટીમોને કોઈ ગોલ કરવા દીધા ન હતા, અને ક્લીન શીટ તરીકે રેકોર્ડ જાળવી રાખ્યો હતો.
ધોરણ સાતના ગોલ કીપર પંથ સુતરિયાના શાનદાર પ્રદર્શનને કારણે કોઈપણ વિરોધી ટીમ કોઈ પોઈન્ટ મેળવી શકી નહીં. ધોરણ 12ના કેપ્ટન સક્ષમ શર્માની આગેવાનીએ આમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને નોંધપાત્ર સિદ્ધિ મળી હતી. આ સાથે શાંતિ એશિયાટિક સ્કૂલ 12મી ઓક્ટોબર 2024ના રોજ ભોપાલમાં યોજાનાર CBSE નેશનલ્સમાં CBSE ક્લસ્ટર XIII નું પ્રતિનિધિત્વ કરશે.
Published On - 6:28 am, Wed, 11 September 24