Ahmedabad: ઈસનપુરમાં યુવકને જીવતા સળગાવવાના કેસમાં બે સગા ભાઈઓને ફાંસીની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

|

Apr 02, 2023 | 10:35 AM

Ahmedabad: ઈસનપુરમાં વર્ષ 2019માં નજીવી બાબતે બોલાચાલી બાદ બે સગા ભાઈઓએ એક યુવકને જાહેરમાં સળગાવ્યો હતો. રેરેસ્ટ ઓફ રેરની ગણાતા આ કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે બંને આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

Ahmedabad: ઈસનપુરમાં યુવકને જીવતા સળગાવવાના કેસમાં બે સગા ભાઈઓને ફાંસીની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

Follow us on

અમદાવાદની સેશન્સ કોર્ટ બે સગા ભાઈઓને ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2019માં બે સગાભાઈઓએ કોઈ બાબતે નજીવી બોલાચાલી બાદ એક યુવકને જાહેરમાં સળગાવ્યો હતો. રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા આ કેસમાં કોર્ટે સંજ્ઞાન લઈ બંને ભાઈઓને દેહાંત દંડની સજા ફરમાવી છે. આ કેસમાં 25 ઓગષ્ટ 2019એ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમા મૃતક પંકજ પાટીલનું ગંભીર રીતે દાઝવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. મૃતકની જુબાની અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે 118 પેજનો ચુકાદો સંભળાવ્યો છે.

જેતલસરના સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આરોપીને ફાંસી

આ અગાઉ રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપૂર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી હતી.આજે સેશન્સ કોર્ટ દ્રારા હત્યા,પોક્સો અને હત્યાની કોશિશ ત્રણ ગુનામાં જયેશ સરવૈયાને કસૂરવાર ઠેરવ્યા હતા જે અંગે સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક જજ આર.આર.ચૌધરીએ સજા સંભળાવી હતી.કોર્ટે પોક્સોમાં 3  વર્ષની કેદ અને અઢી હજાર રૂપિયાનો દંડ,આઇપીસી કલમ 307 માં 5  હજાર રૂપિયાનો દંડ અને 10  વર્ષની સજા,જીપીએક્ટ 135  અંતર્ગત એક માસની સજા અને 500  રૂપિયાનો દંડ અને હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારતા ફાંસીની સજા ફટકારી હતી.કોર્ટ પરિસરમાં જ્યારે આ સજા ફટકારવામાં આવી ત્યારે આરોપી જયેશના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નડિયાદમાં કિશોરી સાથે દુષ્કર્મ કેસમાં સાવકા પિતાને ફાંસી

ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ 2021ના દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને સંભળાવી ફાંસીની સજા સંભળાવી છે. જેમાં કોર્ટે આ કેસમાં સાવકા પિતાને દુષ્કર્મ બદલ ફાંસીની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનામાં વર્ષ 2021માં માતર તાલુકાના ગામમાં 11 વર્ષની દીકરી પર સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટના 1 જાન્યુઆરી 2021ના રોજ સામે આવી હતી.

આ પણ વાંચો: Gujarati Video : નડિયાદમાં વર્ષ 2021માં થયેલા દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે દોષિત સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવી

ઉલ્લેખનીય છે કે, ખેડાના નડિયાદમાં હવસખોર પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.11 વર્ષની સાવકી પુત્રી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.સાથે જ અઢી લાખનો દંડ અને પીડિતાને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે.માતરના મહેલજ ગામની સીમમાં એમ્પાયર ફાર્મમાં રહેતા અને મૂળ ગોધરાના શખ્સના લગ્ન વિધવા મહિલા સાથે થયા હતા.જેને અગાઉના પતિથી ત્રણ દીકરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article