Ahmedabad: હાટકેશ્વરમાં સસ્તા અનાજની દુકાનો પર સડી રહ્યુ છે મીઠુ, દુકાનદારો દ્વારા જાળવણી ન કરાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

|

Mar 12, 2023 | 9:37 AM

Ahmedabad: 12 માર્ચ 1930 આ તારીખ બધાને યાદ હશે. કારણ કે આજ તારીખે મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચની કરી હતી અને મીઠાના કાયદાને તોડ્યો હતો. જે મીઠા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો તે જ મીઠું હાલ કેટલીક દુકાનો પર સડી રહ્યું છે અને લોકો સુધી પહોંચી નથી રહ્યું.

Ahmedabad:  હાટકેશ્વરમાં સસ્તા અનાજની દુકાનો પર સડી રહ્યુ છે મીઠુ, દુકાનદારો દ્વારા જાળવણી ન કરાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Follow us on

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવલી ગંગા મૈયા સોસાયટી પાસે સરકારી સસ્તા અનાજ ની દુકાનના વરવી હકીકત સામે આવી છે. અહીં  મીઠું સડી રહ્યું છે. જે મીઠા માટે આજના દિવસે જ (12.03.1930) દાંડીકૂચ કરી હતી.  મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 માં સત્યાગ્રહ કરી મીઠું પકવવા અને મીઠા પરનો ટેક્સ નાબૂદ કરવા સત્યાગ્રહ કર્યો હતો અને મીઠા પર લદાયેલા કરનો કાયદો તોડ્યો હતો. પણ હાલમાં તે જ મીઠાની સરકાર દરકાર નથી લઈ રહ્યું અને માટે જ સસ્તા અનાજની દુકાનો પર મીઠું સડી રહ્યું છે.  લોકોના પણ આક્ષેપ છે કે એ મીઠું ખાવાલાયક નથી. દુકાનદાર દ્વારા જાળવણીના અભાવે મીઠું બગડી રહ્યું છે.

TV9 ની ટીમે હાથ ધરેલા રિયાલિટી ચેકમાં હાટકેશ્વરની એક નહિ પણ અમદાવાદની અનેક સસ્તા અનાજની દુકાન પર તપાસ કરી તો મીઠું દુકાન બહાર ગરમી અને વરસાદમાં સડવા મૂકેલું હોય તેમ જોવા મળ્યું. TV9 ની ટીમે હાટકેશ્વર બાદ, બહેરામપુરા વિસ્તારમાં ચામુંડા ચોક પાસેની દુકાન. મણિનગરમાં આવેલ વિજય હાઉસિંગ સોસાયટી પાસેની દુકાન. એપરલ પાર્ક પાસે લવકુશ કોમ્પ્લેક્ષ પાસેની દુકાન. રખિયાલગામ નવા વાસ પાસેની દુકાન અને CTMમાં સસ્તા અનાજની દુકાન સહિતના તમામ સ્થળો પર તપાસ હાથ ધરી હતી.

TV9ની ટીમ દુકાન પર પહોંચી તો દુકાન બહાર જ મીઠાની થેલીઓ જોવા મળી. જે ક્યાંક ગરમી વચ્ચે અને કમોસમી વરસાદમાં બગડી શકે છે. જોકે દુકાન સંભાળનારના મતે મીઠું ખરાબ નથી તેમજ મીઠાની કોઈ ચોરી નહિ કરતા હોવાથી અને બહાર રાખવાથી કશું થતું નહિ હોવાથી બહાર રાખતા હોવાનું નિવેદન આપ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: Railway news: અમદાવાદ-વારાણસી સિટી, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સારંગપુર-શાજાપુર સ્ટેશન ઉપર મળ્યું સ્ટોપેજ

ઉલ્લેખનીય છે કે સસ્તા અનાજની દુકાન પર સરકાર દ્વારા 1 રૂપિયે કિલો મીઠું આપવામાં આવે છે. અને બજારમાં અન્ય મીઠું 5 રૂપિયે 10 રૂપિયે કે 40 કે 50 રૂપિયે મળે છે. જોકે સરકારનું આ મીઠું 1 રૂપિયે મળતું હોવા છતાં કોઈ મીઠું લઈ નથી રહ્યું અને તેનું કારણ છે તે મીઠાના ઉપયોગ બાદ ખોરાક કાળાશ પડતો થાય છે. જેના કારણે અને ખરાબ મીઠું આવતું હોવાના કારણે પણ લોકો મીઠું નથી લઈ રહ્યાનો અંદાજ છે. જેથી અમદાવાદ શહેરમાં 15 ઝોનમાં આવેલ 868 જેટલી સસ્તા અનાજની દુકાનો માંથી મોટા ભાગના સ્થળે મીઠાની થેલીઓ દુકાન બહાર પડી રહી છે. તે બાબત કેટલી યોગ્ય છે તે એક મોટો પ્રશ્ન છે.

Next Article