Ahmedabad: એસ.જી. હાઇવે પર થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ

|

Jun 08, 2021 | 11:15 PM

પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજો કર્યો છે. મહત્વનું છે કે આ ઘરફોડ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જાણભેદુ સંબંધિ વ્યક્તિ હોવાનું સામે આવ્યુ છે.

Ahmedabad: એસ.જી. હાઇવે પર થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ
Ahmedabad

Follow us on

અમદાવાદના એસ.જી. હાઇવે પર તાજેતરમાં જ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે (Police) ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજો કર્યો છે. મહત્વનું છે કે આ ઘરફોડ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જાણભેદુ સંબંધિ વ્યક્તિ હોવાનું સામે આવ્યુ છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે બાદલ ઉર્ફે ચકો સોની. બાદલ પર આરોપ લાગ્યો છે પોતાના જ કુટુંબી ભાઈના ઘરે ચોરી કરવાનો. અગાઉ પણ બાદલ વાહન ચોરીના ગુનામાં ઝડપી ચુક્યો છે. તેમ છતાં પણ ચોરી કરવાનું ભૂલ્યો નહોતો અને ગત 3 જૂનના રોજ પોતાના જ માસીના ઘરે રૂપિયા 1.18 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી ને પણ મિત્ર સાથે મળી તેને અંજામ આપ્યો હતો.

પકડાયેલા આરોપી બાદલ ઉર્ફે ચકા સોની માસીના ઘરે ચોરી કરવા પ્લાનિંગ પણ કર્યો હતો. દોઢેક મહિના અગાઉ માસીના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી સાતેક વખત ઘરની આસપાસના રોડ રસ્તાની રેકી પણ આરોપી કરી ચૂકેલો. એટલું જ નહીં પોલીસથી બચવા સીસીટીવીમાં ન દેખાય તે માટેના રસ્તા પણ પસંદ કરી ચૂકેલો છતાં બાદલ પોતાની એક ભૂલનાં કારણે પોલીસના હાથે આવી ચડ્યો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આરોપી બાદલ ઉર્ફે ચકા સોની અને તેના મિત્ર સાહિલ પટેલ સાથે આ ઘરફોડ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેથી કરી આરોપી માસીના ઘરે જાય તો તેની પર કોઈ શંકા ન કરે. મહત્વનું છે કે જે સમયે ચોરી થઇ એ જ દિવસે બાદલના ઘરે તેના માસી બેસવા પણ આવ્યા હતા અને બાદમાં ઘરફોડ ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.

સીસીટીવી સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારિત પોલીસે આરોપીને ઝડપી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

Published On - 11:13 pm, Tue, 8 June 21

Next Article