Ahmedabad ગ્રામ્ય પોલીસે કફ સિરપના નામે વેચાતા શંકાસ્પદ કેફી દ્રવ્યો ઝડપવા કવાયત શરૂ કરી

અમદાવાદ સહિત રાજ્યના દરેક જિલ્લાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ આયુર્વેદિક સીરપના નામે શંકાસ્પદ કેફી દ્રવ્યો વેચાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. દેશી દારૂની ટેવ ધરાવતો વ્યક્તિ હવે પાનના ગલ્લે થી આ પ્રમાણેની કફ સીરપની બોટલ ખરીદી તેનું સેવન કરે છે અને નશો કરે છે. તેથી હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કફ સિરપના નામે વેચાતા શંકાસ્પદ કેફી દ્રવ્યો ઝડપવા કવાયત શરૂ કરી છે.

Ahmedabad ગ્રામ્ય પોલીસે કફ સિરપના નામે વેચાતા શંકાસ્પદ કેફી દ્રવ્યો ઝડપવા કવાયત શરૂ કરી
Ahmedabad Cough Syrup Caffine Scam
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:49 PM

અમદાવાદ સહિત રાજ્યના દરેક જિલ્લાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ આયુર્વેદિક સીરપના નામે શંકાસ્પદ કેફી દ્રવ્યો વેચાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. દેશી દારૂની ટેવ ધરાવતો વ્યક્તિ હવે પાનના ગલ્લે થી આ પ્રમાણેની કફ સીરપની બોટલ ખરીદી તેનું સેવન કરે છે અને નશો કરે છે. ખુલ્લેઆમ પાનના ગલ્લા પર આ પ્રમાણે શંકાસ્પદ કેફી દ્રવ્યો વહેંચાઈ રહ્યા છે પરંતુ પોલીસ જાણે કે આંખ ખાડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. આ શંકાસ્પદ કેફી દ્રવ્યો કે જે આયુર્વેદિક સીરપના નામે વેચાઈ રહ્યા છે ખરેખર ગુજરાતમાં તેના શું નિયમ છે, તે ક્યાં ઉત્પાદન થાય છે અને તેના વેચાણ માટે કોઈ લાયસન્સ છે કે કેમ તેના યોગ્ય નિયમો પણ પોલીસ, કોર્પોરેશન કે અન્ય વિભાગને ખ્યાલ નથી.

ચાંગોદર વિસ્તારના ગોડાઉન માથી શંકાસ્પદ કેફી પીણાની બોટલોના  જથ્થા  સાથે વ્યક્તિની ધરપકડ

ત્યારે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ પ્રમાણેની શંકાસ્પદ નશાકારક દ્રવ્યો વેચનારા ઉપર પોલીસ ફરિયાદ નોંધવાની શરૂઆત કરી છે. જેમાં બે દિવસ પૂર્વે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારના ગોડાઉન માથી શંકાસ્પદ કેફી પીણાની બોટલોના વિશાળ જથ્થા સાથે ચાંગોદર પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી છે. તાજપુર શ્રીજી કૃપા ઇન્ડીયન એસ્ટેટના ગોડાઉન નં 8 મા પોલીસે રેઈડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ વગર કે સક્ષમ અધિકારીના લાયસન્સ મેળવ્યા વગર લોકોના જાહેર આરોગ્યને નકુશાન કરે તેવા શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલોના વિશાળ જથ્થા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને આ વ્યક્તિ પાસેથી

1.AYURVEDIC MEDICINE ARJUNARISHTASAV ARISHTHA ની 12880 બોટલ કે જેની કિંમત 19,19,120 રૂપિયા.
2.USHIRASAVA ની 5200 બોટલ કે જેની કિંમત 7,54,000 રૂપિયા છે.
3. ડીઆલ્કોહોલ ડ્રમ નં-03-900 લીટર જેની કિંમત 30000 રૂપિયા છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ ઉપરાંત લોખંડનુ સ્ટેપીંગ મશીન, સોડા ફીલીંગ મશીન, 840 નંગ પ્લાસ્ટીકની ખાલી બોટલ, 550 નંગ બોટલોના ઢાકણા, USHIRASAVA Batch No.JA35, Mg, Date, sep-2020 Exp Dt, 3 Years of MIG, Dt લખેલા 1000 સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસે કુલ 27,19,870 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચાંગોદર પોલીસને શંકા છે કે આ વ્યક્તિ પોતેજ બહાર થી આયુર્વેદિક સીરપનો માલ લઇને બોટલમાં ભરી વેચાણ કરવાનો હતો જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નશાકારક કફસીરપની બોટલનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ

ચાંગોદર પોલીસ ઉપરાંત બાવળા પોલીસે પણ આ પ્રમાણે શંકાસ્પદ કેફી દ્રવ્યનો જથ્થો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાવળા શહેર વિસ્તારમાં બિન અધિકૃત રીતે ચોરી છુપીથી નશાકારક કફસીરપની બોટલનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા એક વ્યક્તિને 21 નંગ બોટલ કે જેની કિંમત 3780 રૂપિયા થાય છે તેની ધરપકડ કરી છે. બાવળા પોલીસને માહિતી મળી હતી કે રવિભાઇ વાઘેલાએ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે અમુક પ્રકારની નશાકારક કફ સીરપની બોટલોનો જથ્થો રાખી પોતાના ઘરની આજુબાજુમાં ચોરીછુપીથી વેચાણ કરે છે અને હાલમાં પણ તેની વેચાણની આ પ્રવૃત્તિ ચાલુ હોવાની હકીકત મળી હતી જેમાં આધારે તપાસ કરતા નશાકારક કફ સીરપની 3780 રૂપિયા કુલ કિંમતની 21 બોટલ મળી આવી હતી. હાલતો પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મહત્વનું છે કે પોલીસે ફક્ત આ પ્રમાણેના નશાકારક તેથી દ્રવ્ય ની બોટલો સાથે વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ આ બોટલ ક્યાંથી લાવવામાં આવી છે તેમજ તેનું ઉત્પાદન ક્યાં થઈ રહ્યું છે તેની પણ વધુ તપાસ હાથ ધરાઈ તો આ પ્રમાણે પાનના ગલ્લે અથવા અન્ય કોઈ જગ્યાએ ખુલ્લેઆમ વેચાતી બોટલો પર રોગ લગાવી શકાય તેમ છે.

આ પણ વાંચો : Gujarati Video: સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા