Ahmedabad: ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે RTOની લાલ આંખ, છેલ્લા બે વર્ષમાં 700 લાયસન્સ કર્યા રદ્દ

|

Feb 16, 2023 | 9:49 PM

Ahmedabad: જો તમે કોઈ ટ્રાફિક નિયમ ભંગ કર્યો છે કે કરતા હશો તો ચેતજો. કેમ કે ટ્રાફિક નિયમ ભંગ પર અને ટ્રાફિક ગુના પર તમારું લાયસન્સ 6 મહિના માટે રદ થઈ શકે છે. આવી જ રીતે છેલ્લા 2 વર્ષમાં 700 જેટલા લાયસન્સ રદ્દ કરાયા છે.

Ahmedabad: ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે RTOની લાલ આંખ, છેલ્લા બે વર્ષમાં 700 લાયસન્સ કર્યા રદ્દ
અમદાવાદ RTO

Follow us on

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે. સાથે જ હરીફાઈ પણ વધી રહી છે. જેની વચ્ચે લોકો કેટલાક નિયમોને ભૂલી રહ્યા છે. જે નિયમનું પાલન નહીં થતા પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી જ રીતે ટ્રાફિક નિયમનું પાલન નહિ કરનાર અને ટ્રાફિકના ગુના કરનાર સામે ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપી છે. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા છે.

ક્યાં ગુનામાં લાયસન્સ રદ્દ કરવા મોકલ્યા છે સૂચન?

અમદાવાદ RTO અધિકારીના કહેવા પ્રમાણે મોતના અકસ્માત, હિટ એન્ડ રન, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ જેવા ગુના અને અન્ય ટ્રાફિક નિયમને લગતા ગુનામાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. જે પ્રક્રિયા બાદ જેનું લાયસન્સ રદ થાય તેમનું લાયસન્સ 6 મહિના માટે રદ થાય અને તે 6 મહિના સુધી નિયમ પ્રમાણે લાયસન્સ વગર વાહન ચલાવી ન શકે અને જો તેમ કરે તો તેની સામે અન્ય કાયદાકીય પ્રક્રિયા પણ થઈ શકે છે.

RTOને મળેલી 850 અરજીમાં એકવારની અરજીના વધુ કેસ છે. જ્યારે ત્રણથી વધુ અરજી લાયસન્સ રદ કરવા માટે મળી હોય તેનો આંક 50 જેટલો છે અને તેમાં પણ આ અરજીઓ ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી આવ્યાનું સામે આવ્યું છે. જેમાં અહીંના સરનામાનું લાયસન્સ હોય જેની અંદર ગુજરાતના સૌથી વધુ લોકો હોવાનું ખુલ્યું છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ગત વર્ષે કયા મહિનામાં કેટલી અરજી આવી તેના પર નજર કરીએ તો

  1. જાન્યુઆરી: ગુજરાત રાજ્ય 31 અરજી અન્ય રાજ્ય 14 અરજી અને રદ લાયસન્સ 16
  2. ફેબ્રુઆરી: ગુજરાત રાજ્ય 28 અરજી અન્ય રાજ્ય 12 અરજી અને રદ લાયસન્સ 15
  3. માર્ચ: ગુજરાત રાજ્ય 40 અરજી અન્ય રાજ્ય 17 અરજી અને રદ લાયસન્સ 23
  4. એપ્રિલ: ગુજરાત રાજ્ય 38 અરજી અન્ય રાજ્ય 17 અરજી અને રદ લાયસન્સ 20
  5. મે: ગુજરાત રાજ્ય 31 અરજી અન્ય રાજ્ય 9 અરજી અને રદ લાયસન્સ 22
  6. જૂન: ગુજરાત રાજ્ય 74 અરજી અન્ય રાજ્ય 15 અરજી અને રદ લાયસન્સ 58
  7. જુલાઈ: ગુજરાત રાજ્ય 57 અરજી અન્ય રાજ્ય 14 અરજી અને રદ લાયસન્સ 41
  8. ઓગસ્ટ: ગુજરાત રાજ્ય 58 અરજી અન્ય રાજ્ય 10 અરજી અને રદ લાયસન્સ 48
  9. સપ્ટેમ્બર: ગુજરાત રાજ્ય 47 અરજી અન્ય રાજ્ય 12 અરજી અને રદ લાયસન્સ 34
  10. ઓક્ટોબર: ગુજરાત રાજ્ય 45 અરજી અન્ય રાજ્ય 10 અરજી અને રદ લાયસન્સ 34
  11. નવેમ્બર: ગુજરાત રાજ્ય 51 અરજી અન્ય રાજ્ય 12 અરજી અને રદ લાયસન્સ 39
  12. ડિસેમ્બર: ગુજરાત રાજ્ય 28 અરજી અન્ય રાજ્ય 13 અરજી અને રદ લાયસન્સ 15

આ પણ વાંચો: Today Tender News: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્યના જાહેર બાંધકામ માટે ટેન્ડર બહાર પડાયુ, મેળવો ટેન્ડર અંગેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં

આમ લાયસન્સ રદ માટે 2022 જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર 2022 સુધી 528 અરજી ગુજરાતમાંથી અને અન્ય રાજ્યમાંથી 155 અરજી આવી. જે કુલ 683 અરજીમાંથી 350ના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તો RTOને લાયસન્સ રદ કરવા માટે બે વર્ષમાં 850 ઉપર અરજી મળી છે. જેમાંથી 700 અરજી પર પ્રક્રિયા કરી લાયસન્સ રદ કરી દેવાયા છે. તો અન્ય કેસ પર સુનાવણી બાકી છે. તમામ લોકો માટે ચેતવણી સમાન કહી શકાય. જેનાથી સતર્ક રહેવું પણ તેટલું જ જરૂરી છે. જેથી નિયમનો ભંગ ન થાય અને લાયસન્સ રદ થવાનો વારો પણ ન આવે.

Published On - 9:49 pm, Thu, 16 February 23

Next Article