અમદાવાદમાં એક યુવકને રોમિયોગીરી કરવી ભારે પડી છે. સતત બે દિવસથી સગીર વિદ્યાર્થીનીની છેડતી કરતા યુવકને વિદ્યાર્થિનીએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. બે દિવસથી વિદ્યાર્થિનીનો પીછો કરતા રોમિયોની હરકત વિશે વિદ્યાર્થિનીએ તેના પરિવારને જાણ કરી હતી. સતત બીજા દિવસે પણ વિદ્યાર્થિની સ્કૂલેથી પરત ફરી રહી હતી તે સમયે રોમિયોએ છેડતી કરતા વિદ્યાર્થિનીએ હિંમતપૂર્વક તેનો સામનો કર્યો અનેો પટ્ટા વડે ફટકારી ભૂલનું ભાન કરાવ્યુ હતુ. સ્કૂલેથી આવતી વિદ્યાર્થિનીની પજવણી કરતા રોમિયોને વિદ્યાર્થિનીએ પટ્ટા વડે ફટકાર્યો હતો. આ દરમિયાન ત્યાં લોકોનું ટોળુ પણ જમા થઈ ગયુ હતુ અને રોમિયોને બરાબરનો મેથીપાક આપ્યો હતો.
શહેરના ભુલાભાઈ પાર્ક નજીક આ ઘટના બની હતી. જેમા જાહેરમાં વિદ્યાર્થીની દ્વારા રોમિયોની ધોલાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે રોમિયોગીરી કરનારા યુવકની ધરપકડ કરી પોક્સો એક્ઠ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમની હકીકત અનુસાર સગીર વિદ્યાર્થિની સ્કૂલ જવા નીકળી ત્યારે રોમિયો વિજય તેનો પીછો કરીને આઈ લવ યુ કહીને શારીરિક અડપલાં કર્યા હતા. જેથી વિદ્યાર્થિનીએ જાહેરમાં આરોપી વિજયને ફટકાર્યો હતો. જોકે તે સમયે અન્ય લોકો મુકપેક્ષક બનીને જોતા રહ્યા જ્યારે વિદ્યાર્થીનીએ તેને ફટકારીને સબક શીખવાડ્યો.
રોમિયોને પાઠ ભણાવતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. રોમિયોને પકડી લોકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો રોમિયો વિજય બહેરામપુરાનો રહેવાસી છે. બેકાર અને રખડતું જીવન ગુજારે છે. આરોપી છેલ્લા 2 દિવસથી વિધાર્થીની છેડતી કરી રહ્યો હતો જેથી ફરી છેડતી કરતા વિધાર્થિનીએ કંટાળીને વિજયને જાહેરમાં ફટકાર્યો હતો. વિધાર્થિનીને મારતા જોઈને મહિલાઓ અને અન્ય વિધાર્થિની પણ આવી ગઈ હતી.
આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના નિકોલમાં નરેશ પટેલે કર્યું ખોડલધામ કાર્યાલયનું ઉદ્ઘાટન
આરોપી અન્ય વિદ્યાર્થીઓની પણ છેડતી કરતો હોવાનું જાણવા મળ્યું છે. કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેનું મેડિકલ તપાસ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રોમિયોને જાહેરમાં ફટકારનાર આ વિધાર્થિનીએ ખુદ પોતાનું રક્ષણ કર્યું છે અને આવા રોમિયોથી ડરવાના બદલે નીડર થઈને સામનો કરીને અન્ય પીડિત વિધાર્થિનિઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં કાગડાપીઠ પોલીસે પોકસો અને છેડતી હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 11:48 pm, Fri, 23 June 23