Gujarati Video : અમદાવાદના નિકોલમાં નરેશ પટેલે કર્યું ખોડલધામ કાર્યાલયનું ઉદ્ઘાટન

Gujarati Video : અમદાવાદના નિકોલમાં નરેશ પટેલે કર્યું ખોડલધામ કાર્યાલયનું ઉદ્ઘાટન

Harin Matravadia
| Edited By: | Updated on: Jun 22, 2023 | 11:04 PM

લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે તેવામાં હવે ફરીથી અલગ અલગ માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં નરેશભાઈ નું નામ ચર્ચાઈ રહ્યું છે જે મામલે તેમને જણાવ્યું કે ચૂંટણી સમયે નહિ હું કાયમ માટે સક્રિય જ હોવ છું. આ ઉપરાંત નરેશ પટેલે આજે રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને તેમના જન્મ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

Ahmedabad : અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામના(Khodaldham) કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના(Naresh Patel) હસ્તે સમાજ સેવાના ઉમદા હેતુથી નિકોલ વિસ્તારમાં શ્રી ખોડલધામ સમિતિ સંચાલીત કાર્યાલયનુ ઉદઘાટ્ટન કરવામા આવ્યુ. જે કાર્યાલય આગામી સમયમા સમાજ સેવાનુ ઉત્તમ માધ્યમ બની રહેવાનો વિશ્વાસ વ્યકત કર્યો. સમગ્ર અમદાવાદ ખોડલધામ ટીમને આ કાર્યાલય થી સમાજહીતના કામગીરી કરવા માટે શુભેચ્છાઓ પાઠવી.

જયારે યુવાનોના ભણતરની બાબત હોય, સરકારી નોકરીની પરીક્ષા/ભરતીની બાબત હોય, ધંધાકીય સંકલનની વાત હોય, અને અન્ય સામાજીક બાબતોને લઈને અમદાવાદ ખોડલધામ સમિતિ સમાજના યુવાનોને આગળ વધવા માટેનુ કેન્દ્રબિંદુ સાબીત થશે.
આગામી સમયમા અમદાવાદ મા પણ ખોડલધામ સસ્થાન થકી આરોગ્ય, શિક્ષણ અને ધાર્મિક આસ્થાની પ્રત્રિકરુપી ભવન નિર્માણ પામશે.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે તેવામાં હવે ફરીથી અલગ અલગ માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં નરેશભાઈ નું નામ ચર્ચાઈ રહ્યું છે જે મામલે તેમને જણાવ્યું કે ચૂંટણી સમયે નહિ હું કાયમ માટે સક્રિય જ હોવ છું. આ ઉપરાંત નરેશ પટેલે આજે રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને તેમના જન્મ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">