Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો

|

Mar 04, 2022 | 7:20 PM

ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું. આવા ગર્ડરની લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી  વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી.

Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો
Railway Launch Open Wave girder At Khokhara Bridge

Follow us on

પશ્ચિમ રેલવેના(Western Railway)  અમદાવાદ મંડળ દ્વારા ખોખરા બ્રિજ(Khokhra Bridge)  ઉપર 92 મીટરના ઓપન વેવ ગર્ડરનું (Open Wave Gider) સફળતાપૂર્વક કામ કરાયું. કોઈપણ અડચણ વિના અને સલામતી અને સાવચેતી સાથે કામ પૂર્ણ કરવામાં આવ્યું.ચીફ પ્રોજેક્ટ મેનેજર અમદાવાદ સંજય ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે, આ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલ સ્પેન ગર્ડર છે જેને ફરીદાબાદ માં બનાવવામાં આવ્યું હતું. જેને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું. આવા ગર્ડરની લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી  વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી. આ એક સ્થળે લોન્ચ થનાર બે ગર્ડર માંથી પહેલું લોન્ચિંગ  છે  .

કામ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું

  1.  વગર નોઝ ના 18 મીટર ના કેન્ટીલીવરની સાથે ગર્ડરનું લોન્ચિંગ
  2. ગર્ડર લોન્ચિંગ માટે કામચલાઉ યોજના અને ડિઝાઇનની તૈયારી
  3. લોન્ચિંગ દરમિયાન અલાઇમેન્ટને મેન્ટેઇન કરવાની સાથે સાથે વિંચેજના પ્રોપર મુવમેન્ટ ની ખાતરી કરવી
  4. કેન્ટીલીવર વાળા ભાગ ને પાર કર્યા પછી પ્રથમ બ્રિજ નોડનું ઉતરાણ ખૂબ જ મુશ્કેલ હતું જે સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
  5. વિંચેજની સમકાલીન મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને, ગર્ડરને એક સમાન ગતિએ યોગ્ય રીતે લોન્ચ કરી શક્યા

06 થી 12 માર્ચ 2022 સુધી સાણંદ યાર્ડ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 22 a બંધ રહેશે

અમદાવાદ મંડળના સાણંદ યાર્ડ સ્થિત (સાણંદ – કડી હાઇવે તરફ) રેલવે ક્રોસિંગ નં. 22A (કિમી 524/3-5) સમારકામ હેતુ તા. 06 માર્ચ 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 12 માર્ચ 2022ના રોજ 18:30 વાગ્યા સુધી (કુલ 07 દિવસ) બંધ રહેશે.માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ખોડા ગામ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 29 અને સચાના ગામ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 37 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો : સુરત : ચકચારી પાંડેસરા કેસ, માતા-પુત્રી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજા સંભળાવાશે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા

Next Article