રાજયમાં ચાલતી ગેરકાયદેસર પ્રવુતિઓ અટકાવવા પોલીસ કામગીરી કરી રહી છે. આ દરમ્યાન અમદાવાદમાં પોલીસના હાથે આરોપીઓ ઝડપાયા છે. જે તમામ આરોપીઓ હથિયારના સોદાગરો છે. એલસીબીની ટીમને વિશાલા હોટલ નજીક એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ હથિયાર લઈને આવી રહ્યો છે જેના આધારે શાહનવાઝને એક હથિયાર અને કાર્ટીઝ સાથે પકડ્યો છે. આરોપીઓના નામ શાહનવાઝ ઉર્ફે શાનું શેખ ,સમીર ઉર્ફે સોનું પઠાણ, ફરાનખાન પઠાણ, ઉઝેરખાન પઠાણ, ઝૈદખાન પઠાણ અને શાહરૂખખાન પઠાણ છે.
આ તમામ તપાસ બાદ સમીર પઠાણનું નામ સામે આવ્યું અને આ હથિયાર તેની પાસેથી લીધા હોવાનું શાહનવાઝએ કબૂલાત કર્યું. ત્યાર બાદ સમીરની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા 9 હથિયાર ફરાન પઠાણને વેચ્યા હોવાનું કબૂલાત કરી. જેથી એલસીબીએ ફરાનખાન સુધી પહોંચી અન્ય 3 લોકો પાસે હથિયાર કબ્જે લઈ આખા નેટવર્કનો ખુલાસો કરી 6 આરોપી પાસેથી 9 પિસ્ટલ, 1 રિવોલ્વર , 61 કારતૂસ અને 3 મેગઝીન સાથે કબ્જે લીધી છે.
પકડાયેલ આરોપી સમીરની તપાસ કરતા સામે આવ્યું કે મૂળ ઇન્દોરના રહેવાસી અને આરોપી સમીરના ગામનો આફતાબ પાસેથી હથિયાર ખરીદ્યા હતા. સમીર બાય રોડ ઇન્દોરથી ટોસ્ટના પેકેટ વચ્ચે બે હથિયાર મૂકીને અમદાવાદ લાવતો હતો. જે હથિયાર લાવીને જમાલપુરના ફરાનખાન આપતો હતો. આ હથિયારની એક ડિલિવરી માટે સમીરને 5 હજાર રૂપિયા મળતા હતા. ત્યારે ફરાન 25 હજારનું હથિયાર લોકોને 50 હજાર સુધીમાં વેચી દેતો હતો.
આ પણ વાંચો : Ahmedabd: ધોળકાના પિતો-પુત્ર આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટ મળી આવી, કુલ 19 લોકો સામે ગુનો નોંધાયો, જૂઓ Video
જોકે આરોપી ફરાનખાન પઠાણના ઘરેથી 5 હથિયાર મળી આવ્યા અને ફરાનખાનએ ઉઝેરખાન 2 અને ઝેદ ખાન 2 મળી કુલ ચાર હથિયાર વેચ્યા હતા. જોકે ઉઝેરખાન અને ઝૈદખાન ની ધરપકડ કરતા ઝૈદખાને એક હથિયાર શાહરુખખાન વેચ્યું હતું. જેથી હથિયાર કબ્જે કરી છ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં આરોપી સમીરે 15 જેટલી ઇન્દોર ટ્રીપ મારી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી 10 થી વધુ હથિયાર લાવીને વેચ્યા હોવાનું પોલીસ ને આશંકા છે. જેથી આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી સમીર વટવામાં ફ્રૂટની લારી ચલાવે છે અને હથિયાર અમદાવાદ વેચનારો ફરાનખાન રિવરફ્રન્ટ પર પાર્કિગનો કોન્ટ્રાક્ટ છે. નોંધનીય છે કે વોન્ટેડ આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ઝડપાયલ આરોપી આ હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શુ હતો. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:04 pm, Thu, 7 September 23