કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ

|

Jan 31, 2022 | 12:12 PM

સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરવાવાળાને સબક શિખવવા માટે મૌલાના સહિતના લોકોએ આખું નેટવર્ક બનાવ્યું હતું અને તેમાં તે આવી પોસ્ટ કરનારાને નિશાન બનાવવાના હતા.

કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ
Ahmedabad city police (Symbolic Image)

Follow us on

ધંધુકા (Dhandhuka)માં થયેલી કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad murder case)ને લઈને અમદાવાદ પોલીસે (Ahmedabad Police) એલર્ટ આપ્યુ છે. અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયા (Social media)માં ભડકાઉ પોસ્ટ ન મુકવા માટે અપીલ કરી છે. ભડકાઉ ભાષણ, ટિપ્પણી કે મેસેજ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરાશે તેવુ પણ સૂચન કર્યુ છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી કિશન ભરવાડ હત્યાને લઈને હવે પોલીસ એલર્ટ મોડમાં આવી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ કિશન ભરવાડની હત્યા થઈ હતી. જેથી સોશિયલ મીડિયામાં કોઈ વાંધાજનક કે ભડકાઉ પોસ્ટ ન કરવામાં આવે તે માટે દરિયાપુર પોલીસે લોકોને અપીલ કરતો મેસેજ વહેતો કર્યો છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કે ટિપ્પણી ન કરવા જણાવ્યુ છે. ધંધુકાની ઘટના બાદ સાયબર સેલ દ્વારા પણ વાંધાજનક પોસ્ટને લઈને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે.

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ATSએ દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરાઈ છે. સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરવાવાળાને સબક શિખવવા માટે મૌલાના કમરગની ઉસ્માની સહિતના લોકોએ આખું નેટવર્ક બનાવ્યું હતું અને તેમાં તે આવી પોસ્ટ કરનારાને નિશાન બનાવવાના હતા. આ માટે તેઓનું સોશિયલ મીડિયામાં કોઈ સંગઠન એક્ટિવ છે કે કેમ તેની તપાસ સહિત તમામ વિગતો એકઠી કરવા માટે કમરગની ઉસ્માનીની પૂછપરછ કરવામાં આવશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ધંધુકા હત્યા પહેલા પોરબંદરમાં પણ એક હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું. જેમાં પોરબંદરમાં સાજણ ઓડેદરા નામના શખ્સની હત્યાનો પ્લાન હતો. આ માટે શાર્પશુટર શબ્બીર સાથે મૌલાના ત્યાં ગયો હતો પણ હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. બાદમાં ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરાઈ હતી.

મહત્વનું છે કે કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કિશનની હત્યાના ષડયંત્રમાં અત્યાર સુધીમાં બે મૌલવી ઝડપાયા છે. જો કે ATSના મતે વધુ કેટલાક મોલવીઓની સંડોવણી પણ સામે આવી શકે છે. ગુજરાત ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું કે ઝડપાયેલા બંને મૌલાના ભડકાઉ ભાષણો આપી યુવાનોને કટ્ટરતા તરફ દોરી જતા હતા. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીએ છેલ્લા છ મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ જ શાર્પ શૂટર શબ્બીરને હત્યા કરવા ઉશ્કેર્યો હતો. કિશન ભરવાડ ઉપરાંત પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનું પણ મૌલવીએ ષડયંત્ર રચ્યું હતું. આ માટે મૌલવી અને શબ્બીર પોરબંદર પણ ગયા હતા.

 

આ પણ વાંચો- કુવાડવામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ચોરી કરનાર ‘સોપારી ચોર’ ઝડપાયા, જાણો કોણ છે આ સોપારી ચોર

આ પણ વાંચો- સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ, પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માગ

Next Article