Ahmedabad: કોરોનાના કેસો ઘટતા લોકો નિયમોનું ભાન ભૂલ્યા, માસ્ક વગર ફરનારા લોકો પાસેથી પોલીસે વસુલ્યો દંડ

|

Jun 11, 2021 | 9:24 PM

Ahmedabad: શહેરમાં માસ્ક વગર ફરતા શહેરીજનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરીજનો પાસેથી વસુલ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad: રાજ્યોમાં કોરોના વાયરસ (corona virus)ના નવા કેસો અને સાથે મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં માસ્ક વગર ફરતા શહેરીજનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરીજનો પાસેથી વસુલ કરવામાં આવી રહ્યો છે. રૂપાલી સિનેમા પાસે કારંજ પોલીસની કાર્યવાહી હાથ ધરી હતી.

 

એક બાજુ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને પાન ગલ્લાઓ, મંદિરો, મોલ શરતોને આધીન ખોલવાની જાહેરાત કરી છે, ત્યારે લોકો પણ જાણે કોરોનાના નિયમોનું ભાન ભુલ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. શહેરના રુપાલી સિનેમા પાસે કારંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે સાથે તેમને માસ્ક પણ આપવામાં આવી રહ્યા છે.

 

 

રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાના નવા 695 કેસો નોંધાયા હતા અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,18,895 અને મૃત્યુઆંક 9,976 થયો હતો. કોરોનાકાળમાં માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ જરુરી બન્યું છે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 481 કેસ, 9 મૃત્યુ, પહેલીવાર 2.86 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

Next Video