Ahmedabad : સોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન, PM મોદીએ કાર્યક્રમને લઇ વિડિયો સંદેશ મોકલ્યો

|

Dec 13, 2021 | 2:34 PM

અમદાવાદના સોલા ઉમિયાધામ મંદિર શિલાન્યાસનો ત્રિ-દીવસીય ભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ શિલાન્યાસ મહોત્સવના ત્રીજા દિવસે શિલાપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.

Ahmedabad : સોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન, PM મોદીએ કાર્યક્રમને લઇ વિડિયો સંદેશ મોકલ્યો
ફાઇલ ફોટો

Follow us on

અમદાવાદમાં સોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન. PM નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને લઇ વિડિયો સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે 501 શિલાઓનું પુજન કરી પોથીઓ પધરાવી શીલાપુજન સંપન્ન કરાયું. આજથી મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા. કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જીતુભાઇ વાઘાણી, સુરેશભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે અમદાવાદના સોલા ઉમિયાધામ મંદિર શિલાન્યાસનો ત્રિ-દીવસીય ભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ શિલાન્યાસ મહોત્સવના ત્રીજા દિવસે શિલાપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. અને જોરશોરથી શિલાન્યાસ વિધી સંપન્ન કરવામાં આવી હતી.

આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે જ હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનું પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર થઈ રહેલો સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયામાં પૂર્ણ કરાશે. અત્યાર સુધીમાં 55 કરોડની રકમ દાન પેટે પ્રાપ્ત થઈ છે. ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાશે. જેમાં એક ભોજનશાળા હશે. તો 50 રૂમનું એક ગેસ્ટ હાઉસ તૈયાર કરાશે. આ મંદિર પરિસરમાં એક હજાર કાર એકસાથે પાર્ક થાય તેવું પાર્કિંગ બનાવવામાં આવશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આ સાથે જ 101 પાટલા યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. ભક્તો યજ્ઞની પરિક્રમા કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ રાજસ્થાની કારીગરો દ્વારા યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી હતી.

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું જેનો હજારો લોકો લાભ લેશે. નવચંડી યજ્ઞ માટે વિશેષ રીતે યજ્ઞ શાળા તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે,  51 કરોડ ‘શ્રી ઉમિયા શરણમ્ મમ’ મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસ રવિવારે લક્ષચંડી યજ્ઞનું આયોજન કરાયું. લક્ષચંડી યજ્ઞકરીને શિલાન્યાસની ભૂમીને પવિત્ર કરવામાં આવી.. મુખ્ય યજમાન પદે બાબુભાઇ જમનાદાસ પટેલ હતા.

આ પણ વાંચો : China Delta Variant: ચીનમાં કહેર મચાવી રહ્યો છે કોરોના, ડેલ્ટા વેરિઅન્ટ સબ-કેટેગરી AY.4 ના 138 કેસ નોંધાયા

 

 

Published On - 2:29 pm, Mon, 13 December 21

Next Article