Ahmedabad Plane Crash : 1:40 વાગ્યા બાદનો પહેલો વીડિયો.. જુઓ આવી રીતે વિશ્વાસ ભયાનક આગની વચ્ચેથી ચાલતો બહાર આવ્યો

અમદાવાદ નજીક 12 જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. મૂળ દીવના વિશ્વાસકુમાર એકમાત્ર બચી ગયેલા મુસાફર છે. તેમનો એક નવો વીડિયો સામે આવ્યો છે જ્યાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Ahmedabad Plane Crash : 1:40 વાગ્યા બાદનો પહેલો વીડિયો.. જુઓ આવી રીતે વિશ્વાસ ભયાનક આગની વચ્ચેથી ચાલતો બહાર આવ્યો
| Updated on: Jun 16, 2025 | 6:30 PM

12 જૂનના રોજ અમદાવાદ પાસે થયેલી વિમાન દુર્ઘટનામાં ભારે જાનહાનિ થઈ હતી. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કુલ 241 મુસાફરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ ભયાનક ઘટનામાં માત્ર એક મુસાફર જીવિત બચી ગયો છે, અને તે છે મૂળ દીવના રહેવાસી વિશ્વાસ કુમાર છે. મહત્વનું છે કે આ 241 લોકો સાથે જે જગ્યા પર પ્લેન ટકરાયું ત્યાં હાજર લોકોના પણ મોત અને કેટલાય લોકોને ઇજા પહોંચી હતી.

વિશ્વાસ કુમારનો એક વધુ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ IGP કમ્પાઉન્ડની બહાર મોબાઇલ પર વાત કરતાં બહાર નીકળતા જોવા મળે છે. તે જ સમયે ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સની ટીમે તેમને તરત સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાં તેમની સારવાર તાત્કાલિક શરૂ કરવામાં આવી.

હાલમાં વિશ્વાસકુમાર સિવિલ હોસ્પિટલના C7 વોર્ડમાં સારવાર હેઠળ છે. દુર્ઘટનાની ઘટનાની જાણ થતાં જ વિશ્વાસકુમારના પરિવારજનો લંડનથી ભારતમાં પહોંચી ગયા છે. ગઈકાલે રાત્રે તેઓ અમદાવાદ પહોંચ્યા અને આજે સવારે તેમણે હોસ્પિટલમાં વિશ્વાસની મુલાકાત લીધી હતી. તેમની માતા સહિતના પરિવારજનોની હાજરીમાં વિશ્વાસકુમારના આરોગ્ય વિશેની વિગતો મેળવી અને વાતચીત પણ કરી હતી.

દુઃખદ બાબત એ છે કે આ દુર્ઘટનામાં વિશ્વાસકુમારના સગા ભાઈનું પણ મોત થયું છે. પરિવાર માટે આ સમય દુખદ અને પીડાદાયક છે, તેમ છતાં તેઓ વિશ્વાસકુમારના બચાવને ભગવાનનો આશીર્વાદ માની રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને

Published On - 6:30 pm, Mon, 16 June 25