
અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ઉડાન ભર્યાના માત્ર બે મિનિટમાં વિપત્તિનો સંકેત આપી ગયું હતું. બપોરે 1:39 વાગે રનવે 23 પરથી વિમાન 242 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સાથે ઉપડ્યું હતું. પરંતુ માત્ર 1:41 વાગે એર ટ્રાફિક કંટ્રોલને મળ્યો ‘મેડે’ કોલ — એ ઘડીઓ હતી ભયાનક સંકેતની.
ટેકઓફ બાદ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના અનુમાન વચ્ચે એર ટ્રાફિક કંટ્રોલના સંપર્કથી પ્લેન અચાનક બહાર થઈ ગયું. ‘મેડે’ સંદેશ બાદ થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારના એક ખાલી મેદાનમાં વિમાન તૂટી પડ્યું.
મળતી માહિતી અનુસાર, વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે ઘટનાની ગંભીરતા જોઈ ને NSG ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી છે. એરપોર્ટ રનવે અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયો છે અને તમામ આવતી-જતી ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર ઘણા ઉડ્ડયન નિષ્ણાતો ક્રેશના કારણોનું અનુમાન લગાવી રહ્યા છે અને આવા અકસ્માતો કયા કારણોથી થાય છે તે જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કયા કારણોને કારણે આવા અકસ્માત થાય છે…
ઉડ્ડયન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે જણાવ્યું હતું કે જ્યારે ફ્લાઇટ ટેકઓફ કરે છે, ત્યારે વિમાન મહત્તમ ઇંધણ સાથે ઉડે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ હાલમાં ચોક્કસ કહી શકાતું નથી અને ફક્ત ફ્લાઇટ ડેટા રેકોર્ડર જ તેની માહિતી જણાવી શકશે. પરંતુ કેટલાક કારણો છે જેના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે.
Eyewitness narrates the horrifying ordeal of the plane crash, while citizens begin chanting the Mahamrityunjay Mantra#BreakingNews #AirIndiaFlight #AirIndia #AirIndiaLondonFlightCrash #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #Gujarat #TV9Gujarati pic.twitter.com/Gwri5IMTWl
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
વંદના સિંહે કહ્યું કે ટેકઓફ પછી તરત જ વિમાન દુર્ઘટના માટે લોડ ફેક્ટર એક મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે. વાસ્તવમાં, લોડ ફેક્ટરની ખોટી ગણતરી ઘણી વખત ક્રેશનું કારણ બની જાય છે. તમને જણાવી દઈએ કે લોડ ફેક્ટર એ કોઈપણ વિમાનમાં રાખવામાં આવતા વજનનો સાચો ગુણોત્તર છે, જે વિમાનની રચનાના આધારે નક્કી કરવામાં આવે છે. ફ્લાઇટમાં આગળ અને પાછળ મુસાફરોને બેસાડીને આ નક્કી કરવામાં આવે છે, જેથી દબાણને નિયંત્રિત કરી શકાય.
ઉડ્ડયન નિષ્ણાત ડૉ. વંદના સિંહે જણાવ્યું હતું કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ કરે છે ત્યારે વિમાન મહત્તમ ઇંધણ સાથે ઉડે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ હાલમાં ચોક્કસ કહી શકાય નહીં અને ફક્ત ફ્લાઇટ ડેટા રેકોર્ડર જ તેની માહિતી જણાવી શકશે. પરંતુ કેટલાક કારણો છે જેના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે.
તેમણે જણાવ્યું છે કે પ્રારંભિક માહિતી બહાર આવી રહી છે કે વિમાનનું એક પૈડું ઇમારતમાં અટવાઈ ગયું છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે વજનની ખોટી ગણતરીને કારણે આવું થઈ શકે છે. જો કે, ઉડાન પહેલાં આવી બધી માહિતી તપાસવામાં આવે છે.
વંદના સિંહે કહ્યું કે આનું બીજું કારણ એ હોઈ શકે છે કે તેનો લેન્ડિંગ ગિયર યોગ્ય રીતે બંધ થયો ન હોય. તમને જણાવી દઈએ કે લેન્ડિંગ ગિયર એ કોઈપણ ફ્લાઇટનો તે ભાગ છે, જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન રનવેના સંપર્કમાં આવે ત્યારે સમગ્ર વજનને સંભાળવા અને ગતિ ઊર્જાને શોષવા માટે રચાયેલ છે. આ એ જ ભાગ છે જ્યાંથી પ્લેનના પૈડા બહાર આવે છે અને પ્લેન રનવે પર આગળ વધે છે.
Published On - 5:39 pm, Thu, 12 June 25