Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગઈ 260 જિંદગી

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલે જોયેલી એ ગોજારી બપોરનો સમય, જ્યારે સિવિલ હોસ્પિટલનુ પરિસરમાં એકાએક એમ્બ્યુલન્સની સાયરનોથી વાગવા માંડે છે. લોકો કંઈ સમજે અને વિચારે એ પહેલા તો જોતજોતામાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાશોનો ખડકલો થવા લાગે છે. એક બાદ એક એમ્બ્યુલન્સ સળગેલા મૃતદેહો લઈને આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ થોડી સેકન્ડો માટે સૂજબુઝ ગુમાવી દે છે કે શરૂઆત ક્યાંથી કરવી.

Plane Crash: એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને... ચીસો.. ચિત્કાર... અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગઈ 260 જિંદગી
| Updated on: Aug 06, 2026 | 4:09 PM

એ દિવસે સમગ્ર હોસ્પિટલ પરિસરમાંથી માથુ ફાડીને રાખી દે એવી સળગેલા મૃતદેહોની દુર્ગંધ આવી રહી છે. સતત એમ્બ્યુલન્સની આવન-જાવન શરૂ જ છે અને પોસ્ટમોર્ટમ રૂમમાં લાશોના ખડકલા થઈ રહ્યા છે. સળગેલી લાશો કહેવી કે લાશોના ટૂકડા કહેવા એ પણ એ સમયે ડૉક્ટરો નક્કી નથી કરી શક્તા. કારણ કે મૃતદેહો એટલી હદે સળગેલી હાલતમાં હતા કે કોઈનું માત્ર ધડ હતુ, કોઈનો માત્ર હાથ, કોઈનુ માત્ર મસ્તક. આવા દૃશ્યો હોસ્પિટલમાં કામ કરનારા એ સ્ટાફે ભાગ્યે જ તેની જિંદગીઓમાં અગાઉ ક્યારેય જોયા હતા. આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. વેદનાનું, પીડાનું, સ્વજનોને ગુમાવ્યાના આઘાતનું એક વર્ષ. અમદાવાદમાં ઘટેલી દુર્ઘટનાએ હતભાગી પરિવારોને એવા ઉજરડા આપ્યા છે જે ક્યારેય રૂઝાઈ શકે તેમ નથી. લંડન માટે ઉડાન ભરનારી એ ફ્લાઈટમાં માત્ર પેસેન્જરો નહીં તેમની સાથે અનેક એવા સપના સવાર હતા જે તેમની આવતીકાલ ઉજ્જવળ બનાવવા માટે જઈ રહ્યા હતા. કોઈ કારકિર્દી માટે જઈ રહ્યુ હતુ તો કોઈ...

Published On - 7:41 pm, Fri, 12 June 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.