Ahmedabad: પેટ્રોલપંપ ડીલરોએ વધુ કમિશનની માંગ સાથે પેટ્રોલિયમ કંપની વિરૂધ્ધ બ્લેક ડે મનાવ્યો

|

Aug 19, 2021 | 5:06 PM

પેટ્રોલિયમ કંપની તરફથી ડીલરને ચુકવવામાં આવતું કમિશન 4 વર્ષથી વધારવામાં આવ્યું નથી. જેને લઈને પેટ્રોલપંપ એસોસિએશન કમિશન વધારવાની માંગ સાથે ડીલરો કાળા કપડાં પહેરી બ્લેક દિવસ મનાવ્યો છે.

અમદાવાદ(Ahmedabad)માં પેટ્રોલપંપ ડીલરોએ પેટ્રોલિયમ કંપની વિરૂધ્ધ બ્લેક ડે (Black Day) મનાવ્યો છે. પેટ્રોલિયમ કંપની તરફથી ડીલરને ચુકવવામાં આવતું કમિશન 4 વર્ષથી વધારવામાં આવ્યું નથી. જેને લઈને પેટ્રોલપંપ એસોસિએશન કમિશન વધારવાની માંગ સાથે ડીલરો કાળા કપડાં પહેરી બ્લેક દિવસ મનાવ્યો છે.

તેમજ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન એ આજે પેટ્રોલિયમ ડેપો પરથી પેટ્રોલ નહીં ખરીદવાનું તેમજ 1 કલાક CNGનું વેચાણ બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો છે.તો વધુમાં પેટ્રોલિયમ ડીલર્સના પ્રેસિડેન્ટ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતુ કે જો સરકાર અમારી માંગણી નહીં પુરી કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ જલદ કરવામાં આવશે.

મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલ અને CNG ના વેચાણ બદલ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા વિવિધ પેટ્રોલપંપના ડિલરોને ચુકવવામાં આવતું કમિશન છેલ્લા 4 વર્ષથી વધારવામાં આવ્યું નથી જેને લઈને 12મી ઓગસ્ટથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે ગુજરાતના તમામ પેટ્રોલપંપના ડિલરો દર ગુરુવારે પેટ્રોલિયમ કંપનીઓના ડેપો પરથી પેટ્રોલ-ડિઝલનું જથ્થો નહિ ખરીદવાનું તેમજ 1 કલાક દરમ્યાન ગુજરાતના તમામ CNG પમ્પો પર ગેસનું વેચાણ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ગુજરાતના અલગ અલગ ડિલર્સ ને ચુકવવામાં આવતું કમિશનમાં દર વર્ષે વધારો કરવાની જોગવાઈ છે તેમ છતાં છેલ્લા 4 વર્ષથી એકપણ રૂપિયા નું કમિશન વિવિધ પેટ્રોલિયમ કંપનીફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનઓ દ્વારા વધારવામાં આવ્યું નથી જેને કારણે ગુજરાતના વિવિધ ડિલર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : ગજબ ! આ ચોરે એક કંપનીમાંથી કરી 4,500 કરોડની ચોરી, કંપનીએ તેને રાખી લીધો નોકરી પર

આ પણ વાંચો : Ahmedabad : લેન્ડ ગ્રેબિંગ મામલે જિલ્લા કલેક્ટરનું કડક વલણ, અધિકારીઓને અપાયા જરૂરી નિર્દેશ અને સૂચન

Published On - 5:04 pm, Thu, 19 August 21

Next Video