નવરાત્રી સહિતના તહેવારોમાં કોરોનાનો ખતરો વધી શકે છે : આહના

|

Oct 05, 2021 | 7:22 AM

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને પણ કોરોનાના સંક્રમણ વધતાં ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે નવરાત્રી સહિતના તહેવારોના લોકોની ભીડ વધી રહી છે.

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona) સંભવિત ત્રીજી લહેર અંગે ડોક્ટરોએ નવરાત્રી(Navratri) અને તહેવારોમાં જોખમ વધવાની આશંકા વ્યક્ત કરી. ડોક્ટરોના મતે કોવિડ નિયમોનું પાલન નહીં થાય તો સંક્રમણ વધી શકે છે. તેમજ લોકોએ ફરજિયાત કોવિડ રસી મુકાવી જોઈએ. આ અંગે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને(AHNA) પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે નવરાત્રી સહિતના તહેવારોના લોકોની ભીડ વધી રહી છે.

તેમજ કોરોનાના નિયમોનું પણ અનેક સ્થળોએ ભંગ થતો જોવા મળી રહ્યો છે. તેવા સમયે આગામી તહેવારો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. તેથી બને ત્યાં સુધી કોવિડ નિયમોનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કોરોનાથી બચવા અને ફેલાતો રોકવા માટે કોરોના વેક્સિન ફરજિયાતપણે મૂકવવી જોઇએ.

આ દરમ્યાન અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થતા જ AMCનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદના કાલુપુર, મણિનગર રેલવે સ્ટેશન અને ગીતામંદિર ST સ્ટેન્ડમાં 3 ટીમ તૈનાત કરાઈ છે.

અહીં તંત્ર દ્વારા માઈક પર લોકોને કોરોના નિયમ પાળવા અને રસી લેવા સમજાવવામાં આવી રહ્યાં છે. જેથી તહેવારો દરમિયાન કોરોના સંક્રમણનું જોખમ ટાળી શકાય.

આ પણ વાંચો :ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ,બપોરે સુધી સ્પષ્ટ થશે ચિત્ર

આ પણ વાંચો : પાર્ટીપ્લોટ અને મોટા આયોજનને ગરબાની મંજૂરી ન મળતા આયોજકોને કરોડોનું નુકસાન

Published On - 7:11 am, Tue, 5 October 21

Next Video