અમદાવાદમાં ફરી MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ કરી છે. SOG ક્રાઇમે સારંગપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ વેચનાર પેડલરની ડ્રગ્સ સાથે ઝડપી લીધો. પિતાના ડ્રગ્સના ધધો સાચવતો કોણ છે આ નશાનો વેપારી. SOGએ આ કેસમાં આરોપી અબ્દુલ વાઝીદ શેખની ધરપકડ કરી છે.જે નશાનો વેપાર કરતા ઝડપાઇ ગયો.SOG ક્રાઈમને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાઝીદ એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે.
જે બાતમીના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવી ને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો.તેની પાસેથી 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું. આ ડ્રગ્સ સારંગપુરમાં વેચવા નીકળ્યો હતો અને SOGએ તેની ધરપકડ કરી હતી.
જેમાં આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી અબ્દુલ વાઝીદ બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે.કારણ કે આરોપી ના પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો.પિતાના ડ્રગ્સના ધંધા ના કારણે આરોપી વાઝીદ પણ ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો અને તેના પિતાની સાથે ડ્રગ્સ નો ધંધો શરૂ કર્યો. આ આરોપી અગાઉ વાહન ચોરી ના ગુનામાં પકડાયેલો છે અને છેલ્લા ઘણા વર્ષો થી ડ્રગ્સ ના વ્યસન ની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકે નું કામ કરતો હતો.
આરોપીની પૂછપરછ માં વધુ એક ડ્રગ્સ પેડલરનું નામ ખુલ્યું..શાહઆલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસે થી વાઝીદ ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે.જે બાદ ડ્રગ્સની નાની પડીકીઓ બનાવી વેચતો હતો..જોકે હાલ SOG ક્રાઈમે વોન્ટેડ પેડલર રાશિદને પકડવા માટે જુદી જુદી ટીમોએ શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ
Published On - 5:50 pm, Tue, 24 January 23