AHMEDABAD : રેસીડેન્ડ ડોક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હજારો દર્દીઓ રસ્તે રઝળ્યા

|

Aug 06, 2021 | 6:22 AM

જુનિયર ડૉક્ટર એસોસિએશને આ હડતાળને સમર્થન આપ્યું છે.સાથે જ રાજ્યભરની મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. જોકે આ મુદ્દે પહેલેથી આરોગ્ય કમિશનરે ડોક્ટરોની માગને ગેરવ્યાજબી ગણાવી કોઈ ફેરફાર નહીં કરવાના સંકેત આપી દીધા છે.

AHMEDABAD : અમદાવાદમાં રેસીડેન્ડ ડૉક્ટરો પોતાની પડતર માગને લઈ હડતાળ પર ઉતર્યા છે… સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે.રેસિડન્ટ તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકારે કોરોના કાળ દરમીયાન ફરજ બજાવવા માટેનો જે રેશિયો નક્કી કર્યો હતો, તેમાં ઘટાડો કર્યો છે, તે યોગ્ય નથી.

જુનિયર ડૉક્ટર એસોસિએશને આ હડતાળને સમર્થન આપ્યું છે.સાથે જ રાજ્યભરની મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. જોકે આ મુદ્દે પહેલેથી આરોગ્ય કમિશનરે ડોક્ટરોની માગને ગેરવ્યાજબી ગણાવી કોઈ ફેરફાર નહીં કરવાના સંકેત આપી દીધા છે.તો સામે રજૂઆત કરવા ગયેલા ડોક્ટર્સ સાથે અયોગ્ય વર્તન બદલ આરોગ્ય કમિશનરના રાજીનામાની માગ કરી હતી.

બીજી તરફ સિવિલ હોસ્પિટલે ડોક્ટર્સની હડતાલ મુદ્દે દર્દીઓને તકલીફ નહીં પડે તેવું આયોજન કર્યું હોવાનો દાવો કર્યો છે.જોકે સિવિલના દાવા વચ્ચે હજારો દર્દીઓ લાઈનમાં ઉભા રહીને સારવાર માટે રાહ જોતાં જોવા મળ્યા.દૂર દૂરથી આવેલા દર્દીઓ પોતાના વારાની રાહ જોતાં બેસી રહ્યા અને ડોક્ટર્સની હડતાલને કારણે તેમણે ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : Ahmedabad : દિલ્લીથી આવેલી બસમાં મળી આવ્યો ઝેરી સાપ, કોઇને ડંખ મારે તે પહેલા કરાયુ રેસ્ક્યૂ

આ પણ વાંચો : Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે

Next Video