Ahmedabad : શહેરમાં રોગચાળો વકર્યો, પાલિકા દ્વારા 1200 એકમોને નોટિસ

|

Aug 19, 2021 | 11:25 AM

શહેરમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 1200 જેટલા એકમોને નોટિસ આપી 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસુ આવતા મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો ફેલાય છે.

Ahmedabad : શહેરમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 1200 જેટલા એકમોને નોટિસ આપી 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસુ આવતા મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો ફેલાય છે. જ્યારે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે. જેમાં શહેરમાં સ્વચ્છ ગણાતા એવા પશ્ચિમ વિસ્તારમાં રોગચાળો વધુ નોંધાયો છે.

જ્યારે શહેરના મધ્ય ઝોન શાહપુર. દુધેશ્વર. દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કાર્યવાહી કરી છે.જેમાં 2300 જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1200 જેટલાને નોટિસ આપી છે. તેમજ તેમની પાસેથી 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જ્યારે મચ્છર નિયંત્રણ માટે 3 લાખ ઉપર ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. જોકે તેમ છતાં રોગચાળો હજુ નિયંત્રણમાં નથી ત્યારે શહેર રોગચાળાના ભરડામાં સમાય તે પહેલાં AMC નક્કર કામગીરી કરે તે જરૂરી છે.જોકે પાલિકાનું કહેવું છે કે તંત્ર પહેલેથી સજ્જ છે.અને જરૂરી પગલાં લઈ જ રહી છે.

મચ્છરજન્ય રોગચાળાના કેસ 

2019માં મેલેરિયાના 4102 કેસ
2020માં 618 અને 2021માં અત્યાર સુધી 278 કેસ
ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં મેલેરિયાના 60 કેસ
ઝેરી મલેરિયાના 2019માં 204 કેસ
2020માં ઝેરી મેલેરિયાના 64 કેસ
2021માં ઝેરી મેલેરિયાના અત્યાર સુધી 15 કેસ
ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 3 કેસ નોંધાયા
ડેન્ગ્યુના 2019માં 4547 કેસ
2020માં ડેન્ગ્યુના 432 કેસ
2021માં અત્યાર સુધી 236 કેસ
ચાલુ માસે ડેન્ગ્યુના 64 કેસ

Next Video