Ahmedabad : આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવમાં દેશભરમાંથી એકમાત્ર અમદાવાદના બાળકો કરશે ભારતનું પ્રતિનિધિત્વ

|

Jul 06, 2023 | 11:44 PM

Ahmedabad: આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવમાં દેશભરમાંથી અમદાવાદના બાળકો ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પોતાની દેશની સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રસ્તુત કરવી અને સમગ્ર વિશ્વને વિવિધ દેશની સંસ્કૃતિથી માહિતગાર કરવાનો છે.

Ahmedabad : આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવમાં દેશભરમાંથી એકમાત્ર અમદાવાદના બાળકો કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Follow us on

Ahmedabad:  દેશ અને દુનિયા ક્ષેત્રે ભારત અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવી રહ્યું છે ત્યારે માત્ર રમત ગમત જ નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ભારતની એક આગવી ઓળખ ઊભી થઈ રહી છે આગામી 22 જુલાઈ થી 29 જુલાઈમાં પોલેન્ડ નાનોવી સોકઝ ખાતે 30માં આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.

આ આયોજન પોલેન્ડની સરકાર અને ત્યાંની મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત થવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં વિશ્વના વિવિધ દેશો જેમ કે સ્લોવેકિયા, ચેક રિપબ્લિક, યુ.એસ.એ, રશિયા, નિલેન્ડ, તુર્કી તેમજ પોલેન્ડના વિવિધ રાજ્યોના 7 થી 8 ડાન્સ ગ્રુપ ભાગ લેવાના છે. દરેક દેશના ગ્રુપ પોતાના દેશની સાંસ્કૃતિક ઓળખને રજૂ કરતા કાર્યક્રમોની રજૂઆત કરશે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ અમદાવાદના બાળકો કરશે.

દેશની સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રસ્તુત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ મહોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી જે કોઈ પણ CIOFF (INTERNATIONAL COUNCIL OF FOLK FAIR FESTIVAL ) ના સભ્ય હોય છે તેમને જ આમંત્રણ અથવા પ્રાથમિકતા આપવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પોતાની દેશની સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રસ્તુત કરવી અને સમગ્ર વિશ્વને વિવિધ દેશની સંસ્કૃતિથી માહિતગાર કરવાનો છે. આ સંસ્થા સિવાય પણ ઘણી સંસ્થાનો આ પ્રકારના આયોજન કરે છે. પરંતુ CIOFF ખૂબ જ જૂની અને UNESCO દ્વારા કાર્યરત છે અને સરકાર સાથે તેમના મૈત્રી કરાર પણ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમી છેલ્લા 12 વર્ષથી આ સંસ્થાની સભ્ય

ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમી છેલ્લા 12 વર્ષથી આ સંસ્થાની સભ્ય છે. આ મહોત્સવ માં બાળકો ડાન્સની સાથે સાથે ત્યાંની પરંપરાગત રમતો રમશે તેમજ અધિકૃત વ્યંજનો નો સ્વાદ માણશે. સમગ્ર આયોજન માં OPENING CEREMONY, પરેડ, વિવિધ રાજ્યોમાં ડાન્સ પ્રોગ્રામ તેમજ CLOSING CEREMONY થશે અને સમગ્ર પ્રોગ્રામ નું પ્રસારણ દેશની રાષ્ટ્રીય ચેનલ પર પ્રદર્શિત થશે.ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમીના તીર્થરાજ ત્રિવેદી છેલ્લા 22 વર્ષથી ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી નામની સંસ્થા ચલાવે છે. જ્યાં 4 થી 14 વર્ષના બાળકોને વિવિધ પ્રકારની કલ્ચરલ એક્ટિવીટી શીખવાડવામાં આવે છે.

બાળકો 22 જુલાઈ થી 29 જુલાઈ સુધી યુરોપ ખંડના પોલેન્ડના પ્રવાસે

તીર્થરાજ જણાવ્યું કે આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું છેલ્લા 12 વર્ષ થી આપણી ગુજરાતી સંસ્કૃતિને વિદેશમાં કલ્ચરલ પ્રોગ્રામ સ્વરૂપે પ્રસ્તુત કરવાનું કાર્ય કરું છું. જેથી સમગ્ર વિશ્વમાં આપણી સંસ્કૃતિને માન મળે. જેના ભાગ સ્વરૂપે મારી એકેડમીના બાળકો 22 જુલાઈ થી 29 જુલાઈ સુધી યુરોપ ખંડના પોલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. જ્યાં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં બાળકો ભાગ લેવાના છે. જેમાં બાળકો પોતાના દેશની સંસ્કૃતિને રજૂ કરશે. આફેસ્ટિવલમાં વિશ્વના 12 દેશો ભાગ લઇ રહ્યા છે. અને આબાળકો વિદેશની ધરતી ઉપર અપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે.

આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં હેરિટેજ સ્થળોની જાળવણીનો અભાવ, સરખેજ રોજા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમીમાંથી આ પહેલા પણ લંડન, કેનેડા, સ્પેન ફ્રાન્સ, તુર્કી, નેધરલેન્ડ જેવા દેશોમાં આપણી ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરી ચુકી છે. અને જે તે સમય માં કાર્યરત ન્યુઝ મીડિયા મિત્રો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમના ફૂટેઝ લીધા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article