Ahmedabad: સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણીતાએ જીવન ટુંકાવ્યું, જાણો… સમગ્ર ઘટના

|

Jul 04, 2022 | 10:15 PM

આરોપી પતિ આશિષ મકવાણા તેની પત્ની પર શક વહેમ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણીતાએ જીવન ટુંકાવ્યું, જાણો... સમગ્ર ઘટના
Arrest of the accused

Follow us on

અમદાવાદ (Ahmedabad)  સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણીતા (married woman) એ જીવન ટુંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં એક યુવતીએ પતિ, દિયર અને સાસુ સસરાનાં ત્રાસથી કંટાળી આપઘાત (Suicide)  કરી લીધો છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી. રોશની ઉર્ફે પાયલ મકવાણાએ સાસરિયા ત્રાસથી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગઈ સાંજના સમયે યુવતી રોશનીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલ કર્યું. જેમાં યુવતીના પિતા પુરણભાઈને જમાઈ આશિષ ચૌહાણનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક વિસત ખાતેની ખાનગી હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જ્યાં પહોંચતા તેઓની દિકરી રોશનીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે દિકરીનાં સાસરિયાઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતા અને સસરાની ધરપકડ કરી છે.

રાણીપ વિસ્તારમાં રહેતી રોશની ઉર્ફે પાયલએ વર્ષ 2020માં ચાંદખેડામાં રહેતા હરીશ મકવાણા નામનાં યુવક સાથે સમાજની રિતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રોશની અવારનવાર જ્યારે પિતાનાં ઘરે આવતી હતી ત્યારે પતિ, સાસુ-સસરા અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર તકરાર કરી માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરતી હતી. તેમજ સાસુ સસરાની ચઢામણીથી પતિ અને દિયર તેને ગંદી ગાળો બોલીને માર મારતા હોવાનું પણ જણાવતી હતી. એટલું જ નહીં રોશનીને છેલ્લાં 9 મહિનાથી ટીબીની બિમારી હોય તો સાસરિયાઓ તેની સારવાર પણ કરાવતા નહોતા અને દવા માટે પૈસા પણ આપતા ન હતા. જેથી રોશની જ્યારે પણ પિતાનાં ઘરે આવતી ત્યારે પતિને પૈસાની જરૂર છે અને સાસરિયાઓ સારવારનાં પૈસા પિતા પાસેથી લાવવા માટે દબાણ કરતા હોવાની આપવિતી જણાવતી હતી, જેનાં કારણે ફરિયાદી પુરણભાઈ દિકરી રોશની જ્યારે પણ ઘરે આવતી તેને પૈસા આપતા હતા.

આ પણ વાંચો

પોલીસ ગિરફતમાં રહેલ આશિષ મકવાણા તેની પત્ની પર શક વહેમ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. આરોપી પતિ છૂટક મજૂરી કરતો હતો અને યુવતીના પિતા સરકારી નોકરી કરતા હોવાથી યુવતીને ઘરેથી પૈસા લાવવા માટે પતિ આશિષ અને સસરા હરીશ દબાણ કરતો હતો. હાલ પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 10:12 pm, Mon, 4 July 22

Next Article