અમદાવાદમાં કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો

અમદાવાદમાં કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો

| Edited By: | Updated on: Dec 05, 2021 | 12:40 PM

કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.. શહેર પોલીસના રેકોર્ડ મુજબ, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ 1 લાખ 90 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઓમિક્રોનના(Omicron) ખતરા વચ્ચે કોવિડ નિયમોના(Covid Guidelines)  ભંગના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.  અમદાવાદમાં(Ahmedabad)  કોરોના નિયમોનો ભંગ કરનારની ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો છે.કોરોનાના નિયમો પાળવામાં અમદાવાદીઓ ખૂબ જ ઉદાસીનતા દર્શાવી રહ્યા છે..

કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.. શહેર પોલીસના રેકોર્ડ મુજબ, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ 1 લાખ 90 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડનો આ આંકડો 24 જૂન, 2020થી 3 ડિસેમ્બર, 2021 સુધીનો છે. નિયમોના ઉલ્લંઘનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવું, કરફ્યૂના કલાકો દરમિયાન બહાર નીકળવું અને લૉકડાઉન અમલમાં હોય ત્યારે બહાર નીકળવાની ઘટનાઓ સામેલ છે. આનો અર્થ એ છે કે રોગચાળો શરૂ થયો ત્યારથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દરરોજ સરેરાશ 191 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તો બીજીતરફ ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્ય સરકાર ફરી એકવાર કોવિડ પ્રોટોકોલના કડક અમલીકરણ અંગે વિચારણા કરી રહી છે. પણ પોલીસ વિભાગના આંકડા જ કોરોના ગાઈડલાઈનના અમલીકરણમાં શિથિલતા દર્શાવે છે..પોલીસ વિભાગના આંકડા પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન એક જ દિવસમાં રાજ્યમાં લગભગ 13 હજાર લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાયો હતો.

રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદમાં ગત શુક્રવારે માસ્ક ન પહેરવા બદલ 385 લોકોને દંડ ફટકારાયો હતો.. જ્યારે રાજકોટમાં જાહેર સ્થળોએ માસ્ક વગર પકડાયેલા 107 લોકોને દંડ ફટકારાયો હતો.

આ પણ  વાંચો: ઓમીક્રોનની દહેશત, ધોરણ 1 થી 5 ના વર્ગો ફરી ઓનલાઇન શરૂ કરવા વાલીમંડળની માંગ

આ પણ  વાંચો :  એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!

Published on: Dec 05, 2021 12:15 PM