કોરોનાથી બચવા હજુ પણ માસ્ક હિતાવહ નિષ્ણાત તબીબોનો મત

|

Oct 03, 2021 | 7:29 AM

ઘણા લોકો માસ્ક વગર જ ફરતાં દેખાઈ રહ્યા છે ત્યારે આ અંગે નિષ્ણાત ડોક્ટર્સ માને છે કે માસ્કમાંથી મુક્તિ મળવાનો હજી સમય નથી

હાલ કોરોનાની બીજી લહેરથી મુક્તિ મળી ગઈ છે એટલે હવે માસ્ક કેટલું જરૂરી છે, એ સવાલ ઘણાને થઈ રહ્યો છે.ઘણા લોકો માસ્ક વગર જ ફરતાં દેખાઈ રહ્યા છે ત્યારે આ અંગે નિષ્ણાત ડોક્ટર્સ માને છે કે માસ્કમાંથી મુક્તિ મળવાનો હજી સમય નથી.લોકોએ માસ્ક કેમ પહેરવું જોઈએ અને તેના ફાયદા ગેરફાયદા શું છે પણ ડૉકટરે જણાવ્યું છે.

ડોકટરના મતે જ્યાં સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માસ્ક ન પહેરવાની જાહેરાત કરે ત્યાં સુધી માસ્ક પહેરવું ફરજિયાત છે. તેમજ હક કોરોના કેસોમાં ઘટાડો થયો છે તેમજ કોરોના નથી તેમ માની લેવાનું કોઇ કારણ નથી. હજુ પણ હોસ્પિટલમાં ડોકટર સહિતનો સ્ટાફ એન-95 માસ્ક પહેરે છે. તેમજ જરૂરી તમામ કાળજી પણ રાખે છે.

જેના પગલે લોકોએ પણ કોરોના એસ. ઓ. પીનું પાલન કરીને કોરોનાથી બચવા માટે ફરજિયાત પણે માસ્ક પહેરવું જોઇએ. તેમજ માત્ર વેક્સિન લઇ લેવાથી કોરોનાથી બચાવ થશે તેવું નથી તેની માટે માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા જેવા નિયમો પણ હજુ પાળવા પડશે.

આ પણ વાંચો : 30 ઓક્ટોબરથી માં નર્મદાની મહાઆરતીની શરૂઆત થશે, PM MODI હાજર રહે તેવી સંભાવના

આ પણ વાંચો :ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે મતદાન, 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

Published On - 7:27 am, Sun, 3 October 21

Next Video