ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે મતદાન, 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે  3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:00 AM

ગુજરાતની(Gujarat) ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation)  11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે. આ પૂર્વે  ચૂંટણીની(Election) અંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે.  ચૂંટણી અધિકારીઓ  11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડયુ છે.  ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે  3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,

આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાયા છેGAA. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં જેમા 69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 11 વોર્ડ 44 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત છે. તો 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ ઉપરાંત નવા સીમાંકન બાદ પ્રથમ ચૂંટણી છે. જયારે ગાંધીનગર મનપાની આ ત્રીજી ચૂંટણી છે.વર્ષ 2020માં નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ હતી. જેમાં 8 વોર્ડને બદલે હવે 11 વોર્ડ થયા છે અને 32 બેઠકોને બદલે 44 બેઠકો થઈ છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">