30 ઓક્ટોબરથી માં નર્મદાની મહાઆરતીની શરૂઆત થશે, PM MODI હાજર રહે તેવી સંભાવના

30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી માં નર્મદા આરતી શરૂ કરે તેવી શક્યતા છે. આ અગાઉ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે આ મહા આરતી શરૂ થવાની અટકળો હતી.

NARMADA : નર્મદા નદી કિનારે ગોરા ખાતેના ઘાટ ઉપર નર્મદામૈયાની મહાઆરતીને લઇને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. 30મી ઓક્ટોબરે મહાઆરતીમાં PM મોદીની સંભવિત ઉપસ્થિતિના પગલે તંત્રએ રિહર્સલ શરૂ કર્યું છે.ગોરા ખાતે નવા ઘાટનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયા બાદ હવે એપ્રોચ રોડ ઉપર લાઇટિંગના કામને આખરી ઓપ અપાઇ રહ્યો છે.મહત્વનું છે કે, PMની સંભવિત ઉપસ્થિતિના પગલે હાલ શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા નર્મદા મૈયાની મહાઆરતીની તૈયારીઓ આરંભવામાં આવી છે.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નર્મદા આરતીના નામે બીજું આકર્ષણ મળ્યું છે. રાજ્ય સરકારે નર્મદા ઘાટ પર ગંગા આરતીની જેમ જ નર્મદા આરતી માટે 14 કરોડનો ખર્ચ કર્યો છે. અહી ઘણા દિવસોથી 2 આરતીનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જેમ એક આરતી સંસ્કૃતમાં છે અને બીજી આરતી ગુજરતીમાં છે. 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી માં નર્મદા આરતી શરૂ કરે તેવી શક્યતા છે. આ અગાઉ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે આ મહા આરતી શરૂ થવાની અટકળો હતી.

આ પણ વાંચો : કડાણા સહિત રાજ્યના 5 મોટા ડેમ અને નાના-મોટા કુલ 81 જળાશયો 100 ટકા ભરાયા

આ પણ વાંચો : CHHOTA UDEPUR : નસવાડીના ચંદનપુર ગામના કોઝ-વે પર પાણી, સગર્ભા પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બની

Click on your DTH Provider to Add TV9 Gujarati