Ahmedabad : રથયાત્રાની લઇને હજુ કોઇ જાહેરાત નહીં, પરંતુ મોસાળમાં પુરજોશમાં તૈયારીઓ

|

Jul 05, 2021 | 4:39 PM

જગન્નાથજીની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ત્યારે ભગવાનના મોસાળમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

Ahmedabad : રથયાત્રાની લઇને હજુ કોઇ જાહેરાત નહીં, પરંતુ મોસાળમાં પુરજોશમાં તૈયારીઓ
રથયાત્રાની મોસાળમાં તૈયારીઓ

Follow us on

Ahmedabad : ગુજરાતની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ત્યારે ભગવાનના મોસાળમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.કોરોનાકાળમાં રથયાત્રાના આયોજન વચ્ચે કોરોનાનું સંક્રમણ વધે નહિ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.ત્યારે ભગવાન જગન્નાથજીના મોસાળમાં રથયાત્રાના પર્વ દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધે નહિ તેના કરાયું છે વિશેષ આયોજન.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું હાલ મોસાળમાં બિરાજમાન છે. જેને લઈને સરસપુરમાં આવેલા જગન્નાથજી મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. સરસપુર મંદિરમાં આવતા દર્શનાર્થીઓ, તૈનાત પોલીસકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં દર્શનાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.

દર્શનાર્થી, સ્થાનિકો અને પોલીસકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ ઉભો કરાયો

જેમાં  બ્લડપ્રેશર, સુગર, ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર માપવામાં આવે છે. સાથે જ જો કોઈ દર્શનાર્થીને કોઈ તકલીફ હોય તો તેના માટેની દવા પણવિનામૂલ્યે આ કેમ્પમાંથી આપવામાં આવે છે. વિટામિન સી માનવ શરીર માટે લાભદાયક ગણવામાં આવે છે જેને લઈને આ કેમ્પ પર દર્શનાર્થીઓને વિટામિન-સીની ગોળી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે..

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના મામા નું ઘર સરસપુર છે જેને કારણે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ 15 દિવસ સરસપુર મંદિરમાં રોકાણ કરતા હોય છે જેમને સરસપુરવાસીઓ દ્વારા મંદિરમાં લાડ લડાવવા માટે ભજન-કીર્તન કરવામાં આવતા હોય છે.

આ 15 દિવસ દરમ્યાન મંદિર પરિસરમાં આવતા ભક્તો તેમજ દર્શનાર્થીઓને કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે ખાનગી NGO દ્વારા આ પ્રકારનો મેડિકલ કેમ્પ લગાવવાનું વિશેષ આયોજન કર્યું છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ 15 દિવસ મોસાળમાં રોકાણ કર્યા બાદ પૂનમના દિવસે નિજ મંદિરમાં પરત ફરતા હોય છે.

Published On - 3:51 pm, Mon, 5 July 21

Next Article