Ahmedabad : પતંગ પકડવા જતાં 9 વર્ષના બાળકને 11,000 કિલોવોટનો કરંટ લાગ્યો, જીવ બચાવી લેવાયો

|

Jan 11, 2022 | 4:23 PM

નડિયાદમાં બાળકને પતંગ પકડવા જતાં 11,000 કિલોવોટનો વીજળીનો(Power)આંચકો લાગ્યો હતો જો કે આ બાળકને અમદાવાદની બાળકોની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનો જીવ બચી ગયો છે.

Ahmedabad : પતંગ પકડવા જતાં 9 વર્ષના બાળકને 11,000 કિલોવોટનો કરંટ લાગ્યો, જીવ બચાવી લેવાયો
Nadiyad Boy Rescue By Doctor After electrocuted

Follow us on

ગુજરાતમાં(Gujarat)ઉત્તરાયણની(Uttarayan)ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જો કે બાળકો માટે તો ઉત્તરાયણ પર્વ વહેલું શરૂ થાય અને મોડું પૂરું થાય છે. ત્યારે રાજ્યના નડિયાદ(Nadiad)શહેરમાં પતંગ લૂંટવાની મજા એક બાળક માટે જીવલેણ સાબિત થતાં થતાં રહી ગઈ છે.

તેમજ આ બાળકને પતંગ પકડવા જતાં 11,000 કિલોવોટનો વીજળીનો(Power)આંચકો લાગ્યો હતો જો કે આ બાળકને અમદાવાદની બાળકોની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનો જીવ બચી ગયો છે.

હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતા ચોંટી ગયો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ નડિયાદના ૯ વર્ષનો બાળક અયાણને મકાનની અગાસી ઉપર પતંગ ચગાવતો હતો પતંગ કપાવાથી તેને પકડવા માટે તે દોડ્યો. ત્યારે મકાનની બાજુના ભાગમાંથી ૧૧,૦૦૦ વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયર પસાર થઈ રહ્યો હતો. જો કે બાળક અચાનક આ હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતા ચોંટી ગયો અને છ થી સાત ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો અને બાળકનું હૃદય બંધ થઈ ગયું,

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

શ્વાસ રોકાઈ ગયો અને આખુ શરીર ભુરુ પડી ગયું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, ખેંચ આવવા લાગી અને છેવટે બાળક કોમામા સરી પડ્યો હતો

ચાલુ સારવારે એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો

આવી અતિ ગંભીર પરિસ્થિતિ માં બાળકને મેમનગર અમદાવાદ ખાતે આવેલી બાળકોની ખાનગી હોસ્પિટલ ખસેડાયો. ડોક્ટરોની ટીમ દ્વારા બાળકને ચાલુ સારવારે એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોના ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકી તથા ખાનગી હોસ્પિટલની ટીમ દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી.

તેમજ પ્રાથમિક ધોરણે જોવા મળ્યું કે બાળકના મોટાભાગના બધા જ અંગો ફેઈલ થઈ ગયા હતા. જેમાં બાળકનું હૃદય માત્ર ૫થી ૧૦ ટકા જ પંપીંગ કરતુ હતુ. તેમજ ફેફસા અત્યંત નાજુક થઈ ગયા હતા અને ફેફસા માંથી સતત લોહી આવી રહ્યું હતું. તેમજ મગજ ઉપર ખુબ જ સોજો આવી ગયો હતો અને બાળકને સતત ખેંચો આવી રહી હતી.

હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો અપાયા

આ ઉપરાંત હાઇવોલ્ટેજ કરંટને કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા અને કિડની અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું. જ્યારે બાળકને વેન્ટિલેટરનો સપોર્ટ પુરો પાડવામાં આવ્યો. ફેફસામાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી. હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવ્યા.

જ્યારે મગજ ઉપરનો સોજો ઓછો કરવા માટે દવાઓ ચાલુ કરવામાં આવી અને સતત આવી રહેલી ખેંચને બંધ કરવા ચાર અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યા. તથા સ્નાયુઓ, કિડની અને લીવરના સપોર્ટ માટે દવાઓ ચાલુ કરવામાં આવી.

બાળકને વેન્ટિલેટર ઉપરથી નીકાળવામાં તબીબોને સફળતા મળી

લગભગ સાતેક દિવસની સઘન સારવાર બાદ, બાળકના મહત્વના અંગો ધીરે ધીરે મજબૂત થવા લાગ્યા અને બાળક ગંભીર પરિસ્થિતિ માંથી બહાર આવવા લાગ્યું. ત્યારબાદ બાળકને વેન્ટિલેટર ઉપરથી નીકાળવામાં તબીબોને સફળતા મળી લગભગ 12 દિવસની સતત મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં

ડો. હાર્દિક પટેલના જણાવ્યા મુજબ, આવા બાળકોના કેસ જવલ્લેજ જ જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે. અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક કે માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે. પરંતુ આ બાળક સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.

આ પણ વાંચો : Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

આ પણ વાંચો :  રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?

Published On - 4:19 pm, Tue, 11 January 22

Next Article