અમદાવાદ(Ahmedabad)સાયબર ક્રાઇમે(Cyber Crime)મેટ્રીમોનીયલ સાઈટના આધારે મહિલાનો સંપર્ક કરી 23 લાખની છેતરપિંડી(Fraud)કરનાર નાઈઝીરીયનની ધરપકડ કરી છે. અમેરિકામાં પીઆર અને ડોક્ટર હોવાની ઓળખાણ આપી મહિલાઓને વાતોમાં ફસાવી તેની પાસેથી રુપિયા પડાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીએ મહિલાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે બનાવટી મેઈલ મોકલ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ સંખ્યાબંધ ગુના સામે આવી શકે છે સાથે જ અન્ય ગેંગ સાથેના સંપર્કો પણ સામે આવે તેવી શક્યતા છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરેલા આરોપી ઈબ્રાહિમ હુશૈન એડ઼મ છે. જે મુળ બુરેનૌ નાઈઝીરીયાનો વતની છે. આ આરોપી એ લગ્ન સંબંધીત માહિતી મેળવી મહિલાને ટાર્ગેટ કરી હતી જેમાં આરોપીએ પોતાની ઓળખ અમેરિકામાં પિડીયાટ્રીશીયન ડોક્ટર છે અને મુળ ભારતના ચેન્નાઈનો છે પરંતુ વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે. જેવી વાતો કરી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં 23 કરોડ રૂપિયા લઈ ભારત આવુ છુ અને તમારી મદદ જોઈશે તેમ કહી મહિલાને ફસાવી હતી.
જેની બાદ ઈમીગ્રેશનના અધિકારીના નામે મહિલાને ડરાવી ધમકાવી 23.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી નાઈઝીરિયનની ધરપકડ કરતા સામે આવ્યુ કે, તે છેલ્લા 6 વર્ષથી દિલ્હી વસવાટ કરે છે અને ફિઝીયોથેરાપીમાં અભ્યાસ કરતો હોવાનુ જણાવ્યું છે. જોકે 23 લાખની છેતરપિંડીની રકમ આરોપીના બેંક અકાઉન્ટમાં જમા થઈ હતી જેથી તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને શંકા છે કે મેટ્રીમોનીયલ છેતરપિંડી કરતી આ અંગે સાથે આરોપી સંડોવાયેલ છે અને અન્ય છેતરપિંડીનાં ગુનામાં પણ તેની સંડોવણી સામે આવી શકે છે. જેથી પોલીસે આરોપીના બે મોબાઈલ અને લેપટોપ સહિત તેના બેંક અકાઉન્ટની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીની તપાસમાં તે સ્ટુન્ડ વિઝાના આધારે દેશમાં આવ્યો હતો પરંતુ તે વિઝા રિન્યુ કરવા માટે બનાવટી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાનુ સામે આવ્યુ છે, સાથે જ આરબીઆઈના બનાવટી લેટર ક્યાંથી અને કોણે બનાવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે મહત્વનું છે.