અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત NHL મેડિકલ કોલેજમાં (Medical College)વિદ્યાર્થીનું રેગીંગ (Raging)થયું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સિગારેટ લાવી આપવાની મનાઈ કરતા જૂનિયર વિદ્યાર્થીનું સિનિયર વિદ્યાર્થીઓ રેગીંગ કરાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જો કે આ સમગ્ર બાબતે કોઈ ફરિયાદ ના થઈ હોવાનું કોલેજના ડીને જણાવ્યું છે. કોલેજના ડીનનું કહેવું છે કે આ અંગે તેમને લેખિતમાં કે ફોન પર કોઈ જ ફરિયાદ કરવામાં નથી આવી.
આ ઉપરાંત એન્ટી રેગીંગ કમિટીને પણ આવી કોઈ જ ફરિયાદ નથી મળી. બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે રેગીંગનો ભોગ બનનારા જૂનિયર વિદ્યાર્થીઓએ રાત્રે 1.30 કલાકે ફોન કરીને ડીનને આ અંગે ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવતા કોલેજ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોલેજ પ્રશાસન તરફથી હોસ્ટેલ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લઈ તપાસ કરાશે તેવું આશ્વાસન ડીને આપ્યું છે.
ડિસેમ્બર મહિનામાં જામનગરમાં રેગીંગની ઘટનાએ મચાવી હતી ચકચાર
જામનગર શહેરમાં આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 25 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થી સાથે રેગીંગ કરાયાની (ragging at the Boys Hostel) કોલેજના પ્રિન્સીપાલને વિદ્યાર્થી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.
આ પણ વાંચો : Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Published On - 5:41 pm, Mon, 28 February 22