અમદાવાદ(Ahmedabad) શહેરમાં ટ્રાફિકના નિયમોના(Traffic Rule) ભંગ બદલ વિવિધ સ્થળોએ લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા દંડ વસૂલવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં આ કેમેરાની મદદથી નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જેની માટે મંગળવારે યોજાયેલી પાર્કિંગ પોલીસી(Parking Policy) અંતર્ગત રચવામાં આવેલ ટ્રાફિક અને પાર્કિંગ સેલની પ્રથમ બેઠકમાં આવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.આ બેઠકમાં અમદાવાદ શહેર માટે પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે પેટા સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસી અંતર્ગત તાત્કાલિક ધોરણે પાર્કિંગના બાય લોઝ તૈયાર કરવા પણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે શહેરમાં નિર્ધારિત પાર્કિંગ સ્પોટના સ્થાનો AMCની વેબસાઇટ પર મૂક્વામાં આવશે. જેના કારણે શહેરમાં નક્કી કરાયેલી જગ્યાઓ સિવાયના સ્થળોએ વાહનો પાર્ક કરી શકશે નહિ. તેમજ આગામી દિવસોમાં આ માટેની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે. આ સાથે ફૂટપાથ પર બંધ હાલતમાં પડેલા વાહનો જપ્ત કરવામાં આવશે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવેલા કેમેરાની મદદથી ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો પર નજર રાખવામાં આવશે અને તેમને દંડ પણ કરવામાં આવશે.
પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ટ્રાફિક અને પાર્કિંગ સેલની રચના કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, જોઈન્ટ પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી પણ સામેલ છે.
અમદાવાદમાં બહારગામથી વાહન લઈ આવતા લોકોને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ નજીક જ પાર્કિંગ અને રાઈડની સુવિધા આપવામાં આવશે. જેમાં નજીકના પાર્કિંગ સ્થળો પર વાહન પાર્ક કરી ચાલક અમદાવાદ કોર્પોરેશને ઉભી કરેલી સુવિધા મુજબ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. જેમાં પાર્ક એન્ડ રાઈડની જગ્યાએ ઈ બાઈક, સાઇકલ, શટલ સર્વિસ, તેમજ અન્ય સુવિધા ઊભી કરી મુસાફરી સરળ બનાવવામાં આવશે જેથી શહેરમાં ખાનગી વાહન રસ્તા પર ઓછા દેખાવા મળશે.
અમલીકરણ માટે નિયત કરેલા ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલની બેઠક મળી હતી. જે બાદ કહી શકાય છે કે અમદાવાદ શહેરમાં આવનાર થોડા જ દિવસોમાં નવી પાર્કિંગ પોલિસી લાગુ થઈ જશે. આ પોલિસી અમલમાં આવતા જ નિયત કરેલા પર્કિંગ સ્ટેન્ડ પર જ વાહનો પાર્ક કરી શકાશે , ફૂટપાથ કે જાહેર રોડ પર વાહનો પાર્ક નહીં કરી શકાય અને જો નિયમોનું ઉલ્લંધન થશે તો પોલીસ દ્વાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ટ્રાફિક સેલની બેઠક બાદ જાણકારી મળી રહી છે.
આ પણ વાંચો : Vadodara : રાજસ્થાનની બિસ્નોઇ ગેંગના દારૂની હેરાફેરીના નેટવર્કને ભેદતી PCB
આ પણ વાંચો : મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ, ગાંધીનગરમાં બેઠક મળી, અમદાવાદમાં વ્યવસ્થા ગોઠવાઈ
Published On - 5:47 pm, Wed, 9 March 22