Ahmedabad : SVPI એરપોર્ટ પર સીમલેસ પીકઅપ માટે મુસાફરોને નવુ નજરાણું, ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીક-અપ ઝોન તૈયાર

|

Jan 30, 2023 | 4:42 PM

અમદાવાદના (Ahmedabad) SVPI એરપોર્ટ પર મુસાફરોને નવતર સેવાઓ પ્રદાન કરવા સહિત મુસાફરીના અનુભવને વધુ સારી બનાવવા અવિરત પ્રયાસો ચાલુ છે. નવા પીકઅપ ઝોનમાં 4 લેન છે, જેમાં ખાનગી કાર અને બીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીકઅપ સાથે રાહદારીઓના આવાગમનમાં વધારો થશે.

Ahmedabad : SVPI એરપોર્ટ પર સીમલેસ પીકઅપ માટે મુસાફરોને નવુ નજરાણું, ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીક-અપ ઝોન તૈયાર
SVPI એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીક-અપ ઝોન તૈયાર

Follow us on

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરો માટે નવુ નજરાણું લઈ આવ્યું છે. વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા SVPI એરપોર્ટ પર એક નવો અરાઈવલ પીકઅપ ઝોન કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટને ગુજરાતના ભવ્યાતિભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાથે નવતર સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.

ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીક-અપ ઝોન

SVPI એરપોર્ટ પર મુસાફરોને નવતર સેવાઓ પ્રદાન કરવા સહિત મુસાફરીના અનુભવને વધુ સારી બનાવવા અવિરત પ્રયાસો ચાલુ છે. નવા પીકઅપ ઝોનમાં 4 લેન છે, જેમાં ખાનગી કાર અને બીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીકઅપ સાથે રાહદારીઓના આવાગમનમાં વધારો થશે. હાલ એરપોર્ટ પર નિર્માણાધીન ટી-1માં અરાઈવલ માટે નવા ફોરકોર્ટને શરૂ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફોરકોર્ટ ખુલ્યા બાદ F&B, રિટેલ, રિલેક્સિંગ આઉટલેટ્સ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આગામી મહિનાઓમાં આ વિસ્તાર નવતર સુવિધાઓથી સજ્જ થઈ જશે.

SVPI ને મળ્યો છે ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ’નો એવોર્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો છે. દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં સતત બીજા વર્ષે SVPIને 25 મિલિયન કેટેગરી હેઠળ ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ’નો એવોર્ડ એનાયત કરાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં SVPI એરપોર્ટને પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.

લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો

પ્રવાસીઓની સારામાં સારી સુવિધાઓ ઊભી કરાશે

અમદાવાદનું SVPI એરપોર્ટ પ્રવાસીઓની સારામાં સારી સુવિધાઓ માટે તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સમજી તેને સાકાર કરવાની દિશામાં ઉત્તમ પ્રયાસો કરતુ રહ્યું છે. SVPI એ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, એરપોર્ટને જોડતી કનેક્ટિવિટીમાં વધારો, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલ કરી છે. એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા ખૂબ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવે છે.

14મી ઇન્ટરનેશનલ ASSOCHAM નેશનલ કાઉન્સિલ કોન્ફરન્સ કમ એવોર્ડ્સ દ્વારા મુંબઈના એરપોર્ટને શ્રેષ્ઠ સસ્ટેનેબલ એરપોર્ટ કેટેગરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ કેટેગરીમાં લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ આપવામાં આવ્યું છે.

Published On - 4:33 pm, Mon, 30 January 23

Next Article