Ahmedabad : લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન થશે, હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે ટર્મિનલ

|

Jun 05, 2023 | 9:03 AM

.88 કરોડ રુપિયાના ખર્ચે બસ ટર્મિનલ તૈયાર થયુ છે અને તેને હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે. જયપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરી બસ સ્ટેન્ડને હેરિટેજ લૂક અપાયો છે.

Ahmedabad : લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન થશે, હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે ટર્મિનલ

Follow us on

Ahmedabad : હેરિટેજ શહેરની ઓળખ ધરાવતા અમદાવાદના હાર્દ સમાન લાલ દરવાજાના (Lal darwaja) નવા AMTS બસ સ્ટેન્ડનું આજે ઉદ્ધાટન થશે. CM ભૂપેન્દ્ર પટેલ આ બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકાશે. 8.88 કરોડ રુપિયાના ખર્ચે બસ ટર્મિનલ તૈયાર થયુ છે અને તેને હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે. જયપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરી બસ સ્ટેન્ડને હેરિટેજ લૂક અપાયો છે. ફાનસ પેટર્નની લાઈટો બસ સ્ટેન્ડના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ પરથી 49 રૂટ પર 118 બસ ઓપરેટ થશે. દૈનિક 2.25 લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરે છે.

આ પણ વાંચો- Gujarati Video : અમદાવાદના ઈસનપુરમાં બનેલા રોડને લઈ વિવાદ, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને કર્યો ખુલાસો

બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ

બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ અને પિલરનું બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ થયુ છે. જેને પિંક સ્ટોન કહેવાય છે, જેનો ઉપયોગ હાલમાં રામમંદિરના નિર્માણમાં પણ થઈ રહ્યો છે. જે રીતે જૂના જમાનામાં હવેલીઓ કે હોટલ્સમાં પ્રવેશદ્વારને ભવ્ય લુક આપવામાં આવતો હતો એ જ રીતે આગળ બે મોટા કોલમ રાખવામા આવ્યા છે. એને કારણે લોકોને હેરિટેજ બસ સ્ટેશનમાં આવતી હેરિટેજ થીમનો અનુભવ થશે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

સ્ટેઇનલેસ સ્ટીલની ખુરશીના સ્થાને પથ્થરની બેઠક

બેસવાની વ્યવસ્થા માટે પણ રાજસ્થાની પથ્થરોનો ઉપયોગ કરાયો છે. સ્ટેઇનલેસ સ્ટીલની ખુરશીઓ વરસાદમાં કાટી જાય છે, જેની જગ્યાએ પથ્થરનો ઉપયોગ કરાયો છે. લોકો ગંદકી કરે તો પણ બેઠકોને ધોઈને સરળતાથી સાફ કરી શકાય છે. શેડની અંદર શીટ પણ એવી લગાવાઈ છે કે જે નેચરલ લાઈટને અંદર આવવા દે. જેથી દિવસે લાઈટ ચાલુ કરવાની જરૂરિયાત ન પડે.

ટેરેસ પર પન્ના પેટર્નનો ઉપયોગ

ટેરેસ પર પન્ના પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બે વર્ટિકલ વોલ છે એના પર AMTSની હિસ્ટ્રીનું આર્ટિફેક્ટ બનાવવામાં આવશે, જેમાં સૌથી જૂની લાલ બસ અને અત્યારે ચાલતી ઈલેક્ટ્રિક બસનો ફોટો લગાવવામાં આવશે, જેથી લોકોને ખ્યાલ આવે કે ત્યાંથી લઈને અત્યારસુધીની સફર AMTSએ ખેડી છે.

પાણીની સુવિધા માટે આધુનિક ફિલ્ટર મુકાયુ

ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નં.1 પર બાંધવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા માટે આધુનિક ફિલ્ટર મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓની ફરિયાદોનો નિકાલ કરવા માટે અલગ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવાથી પ્રવાસીઓને જમાલપુર મુખ્ય ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. પ્લેટફોર્મ નં. 1થી 7 ઉપર બેઠક વ્યવસ્થા સાથે પાઈપ ફેબ્રિકેશન પર ડેકોરેટિવ બસ શેલ્ટર બનાવાયું છે. ખાસ દિવ્યાંગોની સગવડતા માટે પ્લેટફોર્મની ઊંચાઈ એ રીતે રખાઈ છે કે તેમને મુશ્કેલી ન પડે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article